ભારત સરકારની MEIS સ્કીમ અંતર્ગત મસાલા પાકોને એક્સપોર્ટ કરવાની તક આપવામાં આવે છે. જેમાં ભારત સરકાર દ્વારા 2015 થી આ સ્કીમ લાગુ કરવામાં આવી છે. જે સ્કીમ અંતર્ગત સમગ્ર ભારતમાંથી ઉત્પાદન થતા પાકોને એક્સપોર્ટર દ્વારા વેબ પોર્ટલ પર જઈને રજિસ્ટ્રેશન બાદ વિશ્વમાં વેપાર કરવાની તક મળતી હતી. આ સ્કીમ અંતર્ગત એક્સપોર્ટર્સને ઇન્ટ્સએટિવ પણ મળતુ હોય છે.
જેમાં જીરું પર 7 ટકા, વરિયાળી પર 5 ટકા, તલમાં 5 ટકા, ઇસબગુલ 5 ટકા, ધાણા 5 ટકા , સુવા 7 ટકા, મેથી 7 ટકા વેપારીઓને તેમના ખાતામાં જમા મળતા હોય છે. દર 15 થી 30 દિવસમાં આ રકમ વેપારીઓને મળતી હતી, પરંતુ તા.1.8.2019 થી ઇન્ટ્સએટિવ જે પોર્ટલ એટલે કે વેબસાઈટ પરથી મળતું હતું, તે હવે બંધ થઈ જતા વેપારીઓ દુવિધામાં મુકાયા છે. જોકે પોર્ટલ બંધ થવા પાછળ ટેક્નિકલ ખામી હોવાનું જાણવા મળી રહ્યું છે. જેને પગલે ઊંઝા વેપારીઓના 200 કરોડ સહિત ગુજરાતના 2500 કરોડની રકમ ભારત સરકાર દ્વારા વેપારીઓને ચૂકવાઈ નથી. જેને પગલે હાલમાં એક્સપોર્ટરો સરકાર પાસે રજુઆત કરતા આ સ્કીમનો લાભ પુનઃ મળતો થાય અને પોતાના અટવાયેલા નાણાં પરત મળે તો વેપારની આર્થિક સ્થિતિ સુધરી શકે તેવી રજુઆત કરી રહ્યા છે.
ઊંઝા બજારમાં કરોડો રૂપિયાનું જીરું, તલ સહિત વરિયાળી અને બીજા અન્ય મસાલા પેદાશોને વેપારીઓ પાસેથી આ તમામ એક્સપોર્ટર માલ ખરીદતા હોય છે, જે માલ વિદેશી બજારોમાં જે માંગ હોય તે પ્રમાણે ઊંઝા સહિત ગુજરાતના તમામ એક્સપોટરોએ સરકારની ગાડલાઈન અંતર્ગત કરોડો રૂપિયાનો વેપાર સમગ્ર વિશ્વમાં રજિસ્ટ્રેશન કરવીને જ વહેંચાયો છે. જે મસાલા સમગ્ર વિશ્વમાં વહેંચાણ થયો છે, તેમા ઊંઝાના 125 કરતા વધુ એક્સપોર્ટર્સ છે. જેમાં તમામ ગુજરાતના એક્સપોર્ટર સહિત આગેવાનો અને ભારત સરકારના ખાસ અમલદાર સરકારી પ્રતિનિધિઓને પણ બોલાવવામાં આવ્યા હતા. જેમાં ગુજરાતના 2500 કરોડ રૂપિયાની સરકારની રાહત સહિત એક્સઓપટરને આકસિત કરતી સ્કીમની રકમ 4 માસથી ના મળતા એક્સપોર્ટર વેપારીઓને સામુહિક રજુઆત કરવામાં આવી હતી. જેમાં ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા સરકાર ને રજુઆત કરવામાં આવશે તેવું ખાત્રી આપતા સરકાર આ મામલે વહેલી તકે નિરાકરણ લાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કરાયો છે.