- એક જ દિવસમાં પ્રથમવાર 239 કેસ નોંધાયા
- 4 બાળકો પણ કોરોના સંક્રમિત થયા
- શહેરી વિસ્તારોમાંથી 102 જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાંથી 137 પોઝિટિવ કેસ નોંધાયા
મહેસાણાઃ જિલ્લામાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જિલ્લામાં આજે ગુરૂવારે એક જ દિવસમાં પ્રથમવાર 239 કેસ નોંધાયા છે. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા હેલ્થ બુલેટિન મુજબ આજે ગુરુવારે 239 કેસો નોંધાયા છે. જેમાં શહેરી વિસ્તરોમાં બંધનું પાલન કરાવવા છતાં 102 કેસ અને ગ્રામ્ય વિસ્તારોમાં 137 કેસો નોંધાયા છે.
આ પણ વાંચોઃ ત્રણ દિવસમાં મહેસાણા જિલ્લામાં 30થી વધુ કોરોના દર્દીઓના મોત, છતાં તંત્રના ચોપડામાં શુન્ય
જિલ્લામાં કુલ 1553 કેસો હાલ એક્ટિવ
જિલ્લામાં આજે ગુરુવારે 63 દર્દીઓએ કોરોના સામેની જંગ જીતી સ્વસ્થ થતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં હતા. મહેસાણા જિલ્લામાં કુલ 1553 કેસો હાલ એક્ટિવ છે. આજે ગુરૂવારે વધુ 1295 સેમ્પલ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યાં છે. આજે ગુરુવારે 2થી 11 વર્ષના 4 બાળકો, 14 થી17 વર્ષના 13 સગીર કોરોના સંક્રમિત થયા છે. જિલ્લામાં કોરોનાનું કહેર વધી રહ્યો છે, ત્યારે હવે યુવાનો અને સિનિયર સીટિઝનની સાથે સાથે નાના બાળકો પણ કોરોના સંક્રમિત થઈ રહ્યા છે.