ETV Bharat / state

દશેરાએ વિસનગરમાં 200 વર્ષ જૂની અશ્વદોડ સ્પર્ધા યોજાઈ - mahesana latest news

મહેસાણા: મંગવારે વિજ્યાદશમીનો તહેવાર હોવાથી રાવણ દહન અને શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. દશેરામાં લોકો ફાફડા ખાઈને તહેવારની ઉજવણી કરી છે. મુગલકાળથી 200 વર્ષ જૂની અશ્વદોડની અનોખી પંરપરા વિસનગર તાલુકાના ભાલક ગામે મુસ્લિમો દ્વારા કરવામાં આવે છે.

visnagar
author img

By

Published : Oct 9, 2019, 8:14 AM IST

આ અશ્વદોડ સ્પર્ઘામાં પોતાના અશ્વો સ્પર્ધામાં જોડાય છે. પરંપરા મુંજબ ગામની પડતર જમીનમાં એક કિલોમીટરથી લાંબા રનવે બનાવીને અંદાજે 100 જેટલી વિવિધ જગ્યાએ આવેલા ધોડેસવારો, ઘોડાની નાચ, રેહવાનચાલ અને પાટી એટલે કે, દોડની સ્પર્ધામાં જોડાય છે. આ સ્પર્ધામાં હિન્દુ મુસ્લિમની જાખી પણ જોવા મળે છે.

દશેરાએ વિસનગરમાં 200 વર્ષ જૂની અશ્વદોડ સ્પર્ધા યોજાઈ

રાજસ્થાની, કાઠીયાવાડી અને સાંધા આ ત્રણે પ્રકારની ઘોડી પણ જોવા મળે છે. આ સ્પર્ધા જોવા માટે મોટા સંખ્યામાં લોકો આવે છે. આનંદ સાથે આ સ્પર્ધાની ઉજવણી કરવામાં આવી છે.

આ અશ્વદોડ સ્પર્ઘામાં પોતાના અશ્વો સ્પર્ધામાં જોડાય છે. પરંપરા મુંજબ ગામની પડતર જમીનમાં એક કિલોમીટરથી લાંબા રનવે બનાવીને અંદાજે 100 જેટલી વિવિધ જગ્યાએ આવેલા ધોડેસવારો, ઘોડાની નાચ, રેહવાનચાલ અને પાટી એટલે કે, દોડની સ્પર્ધામાં જોડાય છે. આ સ્પર્ધામાં હિન્દુ મુસ્લિમની જાખી પણ જોવા મળે છે.

દશેરાએ વિસનગરમાં 200 વર્ષ જૂની અશ્વદોડ સ્પર્ધા યોજાઈ

રાજસ્થાની, કાઠીયાવાડી અને સાંધા આ ત્રણે પ્રકારની ઘોડી પણ જોવા મળે છે. આ સ્પર્ધા જોવા માટે મોટા સંખ્યામાં લોકો આવે છે. આનંદ સાથે આ સ્પર્ધાની ઉજવણી કરવામાં આવી છે.

Intro:




મહેસાણામાં અશ્વ દોડ યોજાઈ
વિસનગરના ભાલકમાં વર્ષો થી દશેરાએ અશ્વદોડ યોજાય છે
૧૦૦ જેટલા અશ્વસવારો સ્પર્ધામાં જોડાયા
ઉત્તર ગુજરાત સહીત જુદી જુદી જગ્યાએ થી આવે છે લોકો
વિવિધતામાં એકતા સાથે હિંદુ મુશ્લીમ સહિતના સ્પર્ધકો જોડાય છે
કાઠીયાવાડી,રાજસ્થાની અને સંધ્યા આ ત્રણે પ્રકારની ઘોડીઓ
બંદુકની ગોળીની જેમ દોડ માટે છૂટે છે અશ્વો
વિજેતા સ્પર્ધકને ક્રમશહ રીતે સન્માનિત કરાય છે
રાજકારણીઓ પણ દોડી આવ્યા અશ્વદોડ નિહાળવા
ક્યાંક જોખમ પણ સર્જાય છે આ અશ્વદોડમાં


Body:

એન્કર : આજે સમગ્ર દેશમાં દશેરાનો વિજયઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે ત્યારે મુગલકાળ.થી ચાલી આવતી અંદાજે ૨૦૦ વર્ષ જૂની અશ્વદોડની પરંપરા આજે પણ વિસનગર તાલુકાના ભાલક ગામે અડીખમ જોવા મળી રહિ છે ત્યારે પાણી દારઅશ્વોની સવારીની અનોખી સ્પર્ધાએ આજે પણ આકર્ષણ જમાવ્યું છે

વીઓ : વિજયાદશમીના પવિત્ર તહેવારે ક્યાંક સશ્ત્ર પૂજન તો ક્યાંક રાવણ દહન સહીત ફાફડા જલેબી ખાઈને આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે ત્યારે મુગલ કાળની એક અંદાજે ૨૦૦ વર્ષ જૂનીઅશ્વદોડની અનોખી પરંપરાની જો વાત કરીએ તો મુગલ કાળ થી ચાલી આવતી આ અશ્વદોડને વિસનગર તાલુકાના ભાલક ગામે મુશ્લીમ બિરાદરો ધ્વારા જીવંત રાખવામાં આવી છે ત્યારે કહેવત પ્રમાણે " દશેરાએ જો ઘોડો ના દોડે તો શું કામનો .?" આમ કહેવત પોતાના પર ના લાગી આવે તે માટે આજે પણ ઘડેસવારો ભાલક ગામે યોજાતી ઉત્તર ગુજરાતની ભવ્ય અશ્વદોડ સ્પર્ધામાં પોતાના પાણીદાર અશ્વો સાથે સ્પર્ધામાં જોડાય છે પરંપરા મુજબ અહી ગામની પડતર જમીનમાં એક કિલોમીટર થી વધુ લાંબો એક રનવે બનાવી અંદાજે ૧૦૦ જેટલા વિવિધ જગ્યાએ થી આવેલ ઘોડે સવારો ઘોડાની નાચ , રેહવાનચાલ અને પાટી એટલે કે દોડ ની સ્પર્ધામાં જોડાય છે આ સ્પર્ધામાં વિવિધતામાં એકતાની જાંખી પણ પ્રગટ થાય છે એટલેકે હિંદુ મુશ્લીમ સહિતના લોકો આ સ્પર્ધામાં ભાગ લે છે અહી રાજસ્થાની, કાઠીયાવાડી અને સાંધા આ ત્રણે પ્રકારની ઘોડી પણ જોવા મળે છે જેને જોવા નાના ભૂલકાઓ થી લઇ મોટેરા લોકો દુર દુર થી આ અશ્વ દોડ મેદાનમાં આવે છે લોકોના મોટા માનવ મહેરામણ વચ્ચે ક્યાંક કોઈનો ઘોડો પોતાનું માલિકની લાજ રાખેછે તો કોઈક ઘોડું સાચે જ દશેરાએ ધજાગરા ઉડાવે છે જેનો આનંદ પણ પ્રેક્ષ્કો માટે અનેરો બની રહે છે

વીઓ : જોકે આ અશ્વદોડ સ્પર્ધામાં લીલી જંડી મળતાની સાથે જાણે કે રોકેટની ગતિએ ઘોડા દોડ લગાવે છે તો જે ઘોડેસવાર ની કરતબ અને ઘોડાની કરામત રંગ લાવે છે તેવા ત્રણ વિજેતાઓને ઇનામ આપી સન્માનિત કરી આ પરંપરાને જીવંત રાખવા પ્રોત્સાહિત કરવામાં આવે છે તો હાલમાં ઉત્તર ગુજરાત સહીત ગાંધીનગર અને અમદાવાદ જિલ્લના ઘોડે સવારો પણ અહી સ્પર્ધામાં ભાગ લઇ રહ્યા છે

Conclusion:મુગલ કાળ અને રાજ્વિયોના મનોરંજન માટે યોજાતી અશ્વ દોડ આજે ભાલક ગામે એક પરંપરા બની રહેતા આજના આ વિવિધ વાહનોના યુગમાં બાળકોને ઘોડો નામનું પશુ માત્ર પાઠ્યપુસ્તક માં જ નહિ પણ રૂબરૂ પણ જોવા મળી રહ્યા છે તો આ સ્પર્ધા એકતાનું ખુબ મોટું ઉદાહરણ પણ પૂરું પાડી રહી છે

બાઈટ 01 : ઋષિકેશ પટેલ , MLA વિસનગર

રોનક પંચાલ , ઈટીવી ભારત , મહેસાણા
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.