ETV Bharat / state

મારૂતી સુઝુકી કંપનીનાં 200 ડ્રાઇવરો પગાર બોનસના પ્રશ્ને હડતાળ પર - મારૂતી સુઝુકી કંપનીના ડ્રાઈવરો

મહેસાણાના બેચરાજી તાલુકામાં આવેલી મારુતી સુઝૂકી કંપનીના ડ્રાઈવરો હડતાળ પર ઉતરી આવ્યા હતાં. પગાર પુરતો મળતો ન હોવાથી 200 ડ્રાઈવરો ગુરૂવારે હડતાળ પર ઉતરી આવ્યા હતાં.

mehsana
mehsana
author img

By

Published : Dec 18, 2020, 10:48 AM IST

  • મારૂતી સુઝુકી કંપનીનાં 200 ડ્રાઇવરો પગાર બોનસના પ્રશ્ને હડતાળ પર
  • એક ડ્રાઈવરને મહિને રૂ.14800 પગારની જગ્યાએ માત્ર રૂ. 300 પગાર આવ્યો
  • ડ્રાઇવરો પોતાના હક માટે કરી રહ્યા છે માંગ

મહેસાણાઃ મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકા નજીક આવેલા હાંસલપુર ખાતે મારૂતી સુઝૂકી કંપનીનો પ્લાન્ટ ચાલી રહ્યો છે. ગુરૂવારે તેમાં કામકરતા 200 ડ્રાઇવરો પગાર મામલે હડતાળ ઉપર ઉતર્યા હતા. જોકે મેનેજમેન્ટે કોન્ટ્રાક્ટ દ્વારા મિસ મેનેજમેન્ટ કરવામાં આવતું હશે તો તેની તપાસ કરીને પગલા લેવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી.

પગારમાં કાપ

દર મહિને હજાર-બે હજાર કાપવામાં આવે છે. આ બાબતે મારૂતી સુઝૂકી કંપનીનો પ્લાન્ટમાં ડ્રાઇવર તરીકે એસપી ગૃપના હિતેન્દ્રસિંહ પરમારે જણાવ્યુ હતુ કે, છેલ્લા પાંચ વર્ષથી નોકરી કરું છું. કોઇ પગાર વધારો આપવામાં આવતો નથી. તેઓ સરકાર ધારા મુજબ નોકરી સમય 8 કલાકનો હોવો જોઇએ ત્યારે કંપની 10:30 કલાક કામ કરાવે છે. તેઓને માસિક વેતન રૂ.14800 આપવામાં આવે છે અને દર મહિને હજાર-બે હજાર કાપવામાં આવે છે. 14800 પગારમાંથી રૂ.12 હજાર રૂપિયા આપ્યા છે.

Etv bHara
મારૂતી સુઝુકી કંપનીનાં 200 ડ્રાઇવરો પગાર બોનસના પ્રશ્ને હડતાળ પર

એક ડ્રાઈવરને માત્ર મળ્યો 60 રૂપિયા પગાર

એક ડ્રાઈવરને મહિને રૂ.14800 પગારની જગ્યાએ માત્ર રૂ. 300 પગાર આવ્યો હતો. અન્ય એક ડ્રાઈવર મહિન્દ્રસિંહ સોલંકીનું કહેવું છે કે, તેમનો પગાર 14800 છે, પણ આ મહિને તેમને માત્ર 300 રૂપિયા પગાર આવ્યો છે. જ્યારે બાહદુરસિંહએ જણાવ્યું કે, તેમને ચાલુ માસે માત્ર રૂ.60 પગાર થયો હતો. તેમજ બોન્સ રૂ.9000ને બદલે 6610 મળ્યું હતું. જેથી ડ્રાઇવરોમાં રોષ ભભુકી ઉઠ્યો હતો. જેને લઇને ગુરૂવારે આ પ્રશ્નોને લઇને બે ગૃપના 200 ડ્રાઇવરો હડતાળ પર બેઠા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.