ETV Bharat / state

મહેસાણા હિંમતનગર હાઇવે પર અકસ્માતમાં 2 મહિલાઓના મોત - મહેસાણાપોલીસ

મહેસાણા જિલ્લામાં એક તરફ માર્ગ સલામતી સપ્તાહ ની ઉજવણી થઈ રહી છે. ત્યાં બીજી તરફ દિવસે ને દિવસે માર્ગ અકસ્માતની ઘટના પણ સામે આવી રહી છે. મજૂરી કામે જતી બે મહિલાઓને અજાણ્યા કાર ચાલકે અડફેટે લેતા 2 મહિલાઓના મોત થયા છે.

મહેસાણા હિંમતનગર હાઇવે પર અકસ્માતમાં 2 મહિલાઓના મોત

author img

By

Published : Jan 21, 2021, 7:40 AM IST

  • મહેસાણા હિંમતનગર હાઇવે પર સર્જાયો અકસ્માત
  • કારની ટક્કરે બે મહિલાના મોત
  • અકસ્માત સર્જનાર કાર ચાલક ફરાર, પોલીસે તપાસ હાથ ધરી

મહેસાણા : જિલ્લામાં એક તરફ માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી થઈ રહી છે. ત્યાં બીજી તરફ દિવસે ને દિવસે માર્ગ અકસ્માતની ઘટના પણ સામે આવી રહી છે. ત્યારે વધુ એક ઘટના અકસ્માતની સામે આવી છે. જેમાં મહેસાણા હિંમતનગર હાઇવે પર ડાભલા ચાર રસ્તા પર મજૂરી કામે જતી બે મહિલાઓને અજાણ્યા કાર ચાલકે અડફેટે લીધી હતી.આ અક્સ્માતમાં 2 મહિલાઓના મોત થયા છે.

મહેસાણા હિંમતનગર હાઇવે પર અકસ્માતમાં 2 મહિલાઓના મોત

સ્થાનિકોએ એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરી મહિલાઓને બચાવવા કર્યો પ્રયાસ

અકસ્માતમાં ગંભીર ઇજાઓ પામનાર બન્ને મહિલાઓ પરસ્પર કૌટુંમ્બિક ભાભીના સબંધ થી જોડાયેલી હતી અને ખેતરમાં મજૂરી કામ કરવા જતી હતી. ત્યાં કારની ટકકરે ગંભીર રીતે ઘવાતા સ્થાનિકો અને રસ્તા પર હાજર લોકોએ 108 એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરી મહિલાઓને બચાવવા પ્રયાસ કર્યો હતો, પરંતુ સ્થળ પર આવેલ 108ના કર્મીઓએ મહિલાના મોત થયા હોવાની જાણ કરતા વસઈ પોલીસે બન્ને મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા.ફરિયાદના આધારે અકસ્માત સર્જી ઘટના સ્થળે જ કાર મૂકી નાશી જનાર અજણાયા ચાલક સામે ફરિયાદ લઈ તપાસ કામગીરી શરુ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.