મહેસાણામાં દ્રષ્ટિ દવે નામની એક મહિલા દ્વારા બરોડાના યુવકને મંદિરમાં દાન મેળવવા બોલાવી, ત્યારે મહેસાણા આવેલ આ યુવકને મહિલા એક મકાનમાં લઈ ગયા બાદ અને એક સ્ત્રી અને 3 જેટલા ઈસમો આવી CID ક્રાઈમ, સહિતની ઓળખ આપી યુવકને હની ટ્રેપમાં ફસાવવા પ્રયાસ કરેલ જોકે સમય સુચકતા થી બીમારીનું બહાનું બતાવી સ્વબચાવ કરી ભાગી છુટેલ હતો.
મહેસાણા: યુવકને હની ટ્રેપમાં ફસાવી પૈસા પડાવવાના ષડયંત્રમાં 2 પત્રકાર સહિત 5 આરોપીઓની અટકાયત
મહેસાણાઃ વડોદરાના યુવકને હની ટ્રેપમાં ફસાવી પૈસા પડાવવાના ષડયંત્રમાં 2 પત્રકાર સહિત 5 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે.
મહેસાણામાં દ્રષ્ટિ દવે નામની એક મહિલા દ્વારા બરોડાના યુવકને મંદિરમાં દાન મેળવવા બોલાવી, ત્યારે મહેસાણા આવેલ આ યુવકને મહિલા એક મકાનમાં લઈ ગયા બાદ અને એક સ્ત્રી અને 3 જેટલા ઈસમો આવી CID ક્રાઈમ, સહિતની ઓળખ આપી યુવકને હની ટ્રેપમાં ફસાવવા પ્રયાસ કરેલ જોકે સમય સુચકતા થી બીમારીનું બહાનું બતાવી સ્વબચાવ કરી ભાગી છુટેલ હતો.
મહેસાણામાં બરોડાના યુવકને હની ટ્રેપમાં ફસાવી પૈસા પડાવવાના ષડયંત્રમાં બે પત્રકાર સહિત 5 આરોપીઓની અટકાયત
મહેસાણામાં દ્રષ્ટિ દવે નામની એક મહિલા દ્વારા બરોડાના યુવકને મંદિર માં દાન મેળવવા બોલાવેલ ત્યારે મહેસાણા આવેલ આ યુવકને મહિલા એક મકાનમાં લઈ ગયા બાદ અને એક સ્ત્રી અને 3 જેટલા ઈસમો આવી CID ક્રાઈમ, સહિતની ઓળખ આપી યુવકને હની ટ્રેપમાં ફસાવવા પ્રયાસ કરેલ જોકે સમય સુચકતા થી બીમારીનું બહાનું બતાવી સ્વબચાવ કરી ભાગી છુટેલ યુવકે પોતાની પત્નીને સમગ્ર પ્રકરણ જણાવતા પત્ની એ હિંમત આપતા ભોગબનનારે મહેસાણા બી ડિવિઝન પોલીસ મથકે પોતાની ફરિયાદ નોંધાવી હતી જે ગુન્હાની તપાસ કરતા મહેસાણા પોલીસે ફરિયાદીને મહેસાણા બોલાવી યુવતીઓની મદદ થી ખોટી રીતે હનીટ્રેપ ગોઠવી યુવકને બળાત્કારના ગુન્હામાં ફસાવી દેવાની ધમકી આપી 10 લાખ રૂપિયા ની માંગણી કરવા મામલે 5 જેટલા આરોપીઓને ઝડપી પાડ્યા છે જેમાં 2 મહિલા અને 3 પુરુષ ની પોલીસે અટકાયત કરી જેમાં સરોજ ચાવડા નામની મહિલા અને ચંદ્રેશ રાઠોડ નામની બે વ્યક્તિ પત્રકાર હોવાની માહિતી સામે આવી છે ત્યારે પોલીસે તમામની સઘન પૂછપરછ હાથ ધરી છે .
પોલીસે હનીટ્રેપ મામલે કરેલ પાંચ રોપીઓમાં
1 રમીલા ઉર્ફે રિના ઉવ.27 હિતેનકુમાર ઉર્ફે કનું બુકીની પત્ની, મહેસાણા ,
2 મુખતીયર નસીરમિયાં ઉવ.39 રહે. ઉમરેઠ-આણંદ,
3 એજાજ હનીફ , ઉવ.30, રહે. વવોલ-ગાંધીનગર
4 સરોજ ચાવડા, પત્રકાર , ઉવ.33, રહે.મીઠાખળી-એલિસબ્રિજ
5 ચંદ્રેશ રાઠોડ , પત્રકાર , ઉવ.40, રહે.ધામણવા-વિસનગર
મહત્વનું છે મહેસાણા ખાતે કરાયેલ રોપીઓનો હનીટ્રેપનો પ્રયાસ નિષફળ રહ્યો હતો પરંતુ તેમાં અત્યા સુધી આ આરોપી ટોળકી દ્વારા કેટલા આવા ગુન્હા આચરવામાં આવ્યા છે તે પોલીસની ઊંડી તપાસ બાદ બહાર આવી શકે તેમ છે
રોનક પંચાલ, ઇટીવી ભારત, મહેસાણા
Conclusion: