- મહેસાણા જિલ્લામાં કોરોના રસીનું આગમન
- મહેસાણામાં કોરોના વેક્સિનના 18,520 ડોઝ આવી પહોંચ્યા
- 15,802 લોકોને 16 જાન્યુઆરીએ અપાશે વેક્સિન
મહેસાણાઃ સમગ્ર દેશમાં કોરોના વેક્સિનનની અતુંરતાથી રાહ જોવાઇ રહી હતી. તેનો અંત આવ્યો છે. જેમાં પ્રાથમાં તબક્કામાં કુલ 18,520 રસીના ડોઝ આવ્યા છે. જેની સામે કુલ 15, 802 લોકોને રસીકરણ કરવામાં આવ્યું હતુ. તો હાલમાં આ રસીને મહેસાણા તાલુકા પંચાયતના રસી સંગ્રહ કેન્દ્ર પર રાખવામાં આવી છે. જે માટે ખાસ 12 ILR ફ્રીજ એટલે કે, આઇસ લેન્ડ રેફ્રીઝરેટરની વ્યવસ્થા કરાઈ છે. જે વિશેષ પ્રકારે એક આધુનિક ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણ સાથે જોડાયેલ છે. તે ટેમ્પરેચર બાબતેની માહિતી આરોગ્ય તંત્રને ઓટોમેટિકલી જાણ કરશે.
જિલ્લામાં 15 જાન્યુઆરી નિર્ધારીત 10 રસીકરણ કેન્દ્રો પર રસી મોકલવામાં આવશે
15 જાન્યુઆરીના રોજ મહેસાણા જિલ્લાના નિર્ધારિત 10 રસી કરણ કેન્દ્રો પર આ રસી મોકલવામાં આવશે. જેથી 16 જાન્યુઆરીના રોજ આ રસીના લાભાર્થીઓને રસી પ્રાપ્ત થઈ શકે. મહેસાણા જિલ્લામાં કોરોના વેક્સિનના વધામણાં કરવામાં આવ્યા છે.