મહેસાણા: ખેરવા ગામે આવેલ ગણપત યુનિવર્સિટી ખાતે આજે 16મો પદવીદાન સમારોહ યોજાયો (16th degree ceremony of Ganpat University) હતો. જેમાં રાજ્યના મુખ્યપ્રધાનના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઈ હતી. આ પદવીદાન સમારોહમાં ૪૧૭૮ વિદ્યાર્થીઓમાંથી ૨૯૫૮ વિદ્યાર્થીઓ તેમજ ૧૨૨૦ વિદ્યાર્થીનીઓને પદવી એનાયત કરાઇ હતી. ગણપત વિશ્વ વિધાલયના ૮૮ તેજસ્વી વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રક દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.
ભણતર સાથે ઘડતરના પાઠ: યુનિવર્સીટી ખાતે વિશેષ સંશોધન કરેલ ૨૮ વિદ્યાર્થીઓને પીએચડીની પદવી એનાયત કરાઇ હતી. ૪૧૭૮ વિદ્યાર્થીઓને વિવિધ વિદ્યાશાખાની પદવીઓ એનાયત કરવામાં આવી હતી મુખ્યમંત્રીએ નવદિક્ષિત યુવાનોને સફળ કારકિર્દીના મંત્ર આપતા કહ્યું કે, યુવાનોએ કોઇ પણ કપરી પરિસ્થિતિમાં કર્તવ્યપથ ઉપર અડગરહી ચાલતા રહેવું જોઇએ. સંપૂર્ણ નિષ્ઠા અને સમર્પણથી કરેલું કામ પણ એક પ્રકારે રાષ્ટ્રસેવા છે. અને સારૂ કરિયર બિલ્ડ કરવા માટે જરૂરી છે તેમણે ઉમેર્યું કે, ભારતને વિશ્વગૂરૂ બનાવાવની ગણપત વિશ્વ વિધાલયના છાત્રો પોતાની જ્ઞાન- સંપદાથી સહયોગ આપશે. ગણપતદાદાએ વાવેલું ગણપત વિદ્યાનગરનું બીજ આજે વટવૃક્ષ બની વિધાર્થીઓને ભણતર સાથે ઘડતરના પાઠ શીખવી રહ્યું છે.
ગણપત યુનિવર્સીટીના ૧૬ માં પદવીદાન સમારોહ: સ્વામી સચિદાનનંદશ્રી,આરોગ્ય તેમજ ઉચ્ચ તકનીકી શિક્ષણ પ્રધાનશ ઋષિકેશભાઇ પટેલ, ધારાસભ્ય સર્વે મુકેશભાઇ પટેલ, સરદારભાઇ ચૌધરી, ચેરમેન એ.પી.એમ.સી ઊંઝા દિનેશભાઇ પટેલ, સુરતની સુવિખ્યાત ડાયમંડ કંપની હરિકૃષ્ણ એકસપોર્ટ પ્રા. લી. ના સ્થાપક-અધ્યક્ષ અને સમાજસેવક સવજીભાઈ ધોળકિયા, ગણપત યુનિવર્સીટીના દાતા-અધિષ્ઠાતા-પ્રમુખ ગણપતભાઈ પટેલ ,ઇન્ચાર્જ જિલ્લા કલેકટર ડો ઓમ પ્રકાશ, જિલ્લા પોલીસ અધીક્ષક ડો અચલ ત્યાગી, નિવાસી અધિક કલકેટર ઇન્દ્રજીતસિંહ વાળા, સહિત વિધાર્થીઓ, વાલીઓ, આમંત્રિત મહેમાનો, ગણપત યુનિવર્સીટીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ના સભ્યો, ટ્રસ્ટીશ્રીઓ, વિદ્વાન પ્રાધ્યાપકો સહિત બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી પદવીદાન સમારોહને સફળ અને સાર્થક બનાવ્યો હતો.