મહેસાણા : રાજ્યમાં સરકાર દ્વારા ગંગા સ્વરૂપા આર્થિક યોજના (Ganga Swarupa Yojana in Mehsana) જાહેરાત કરવામાં આવી હતી. તે અંતર્ગત ગંગા સ્વરૂપ બહેનો દર મહિને 1250 રૂપિયા આર્થિક સહાયનો લાભ મેળવી રહી છે. જેમાં મહેસાણા પહેલા 4752 લાભાર્થી બહેનોને 56.71 લાખ ચૂકવવામાં આવ્યા છે.
21 વર્ષનો પુત્ર હોય તો લાભ મળશે
લાભાર્થી જો 21 વર્ષનો પુત્ર હોય અને આ યોજનાનો લાભ (Benefits of Ganga Swarupa) ન મળતો તો સરકારે ગંગા સ્વરૂપા આર્થિક યોજનાના નિયમોમાં ફેરફાર કર્યો છે. જેમાં આ વય મર્યાદા દૂર કરી પુત્ર હોવા છતાં ગંગાસ્વરૂપ બહેનોને દર મહિને 1250 રૂપિયાની સહાય આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેમાં મહેસાણા જિલ્લામાં હાલ લાભાર્થી બહેનોની સંખ્યા 56345 નોંધાઇ છે. અને આ તમામ લાભાર્થી બહેનોના ખાતામાં 14.99 કરોડની રકમ જમા કરી ગંગાસ્વરૂપ બહેનોને આર્થિક સહાય પુરી પાડવામાં આવી છે.
આ પણ વાંચોઃ નવી સરકારી પેન્શન યોજના સામે સરકારી કર્મચારીઓની Gujarat High Courtમાં પિટીશન, કોર્ટે સરકારને નોટિસ ફટકારી
ઓનલાઈન ફોર્મ ભરી અરજી કરો
યોજનાનો લાભ સીમિત ન બની રહે માટે તેનો વિસ્તૃત પ્રચાર પસાર કરવામાં આવી રહ્યો છે. ગામના વીસી પાસે નિઃશુલ્ક પણે યોજનામાં બહેનોના ઓનલાઈન ફોર્મ (Form of Ganga Swarupa) ભરી અરજીઓ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ મુખ્યપ્રધાનના હસ્તે " એક વાલી યોજના" અને " ગંગાસ્વરૂપા પુનઃલગ્ન આર્થિક સહાય યોજના"નો શુભારંભ