- ઊંઝામાં સદ્ભાવના ટ્રસ્ટે વોટર કુલર અર્પણ કાર્યક્રમ યોજ્યો
- સંસ્થાએ નડાબેટ બોર્ડર પરના જવાનો માટે 12 વોટર કુલર દાન કર્યા
- ચક્ષુદાન, અંગદાન અને દેહદાન સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ
- બોર્ડરના મુખ્ય અધિકારીઓએ સમાજના આ સેવાકાર્યને બિરદાવ્યું
મહેસાણા: જિલ્લામાં ઊંઝામાં સમાજની સેવામાં કાર્યરત સદ્ભાવના ચેરીટેબલ ટ્રસ્ટે નડાબેટ બોર્ડર પર ફરજ બજાવતા BSFના જવાનોને ઉનાળાની કાળઝાળ ગરમીમાં તરસ છીપાય તે માટે 12 જેટલા વોટર કુલરનું દાન આપ્યું છે.
આ પણ વાંચો: પાલનપુરમાં હંગામી પોસ્ટમેનની દીકરી BSFમાં થઈ સિલેક્ટ
સેવાકાર્યમાં વધુ એક મોરપીંછ ઉમેરતું ઊંઝા..!
ઊંઝા શહેરમાં સદ્ભાવના નામે સમાજ સેવાનું કાર્ય કરતી એક સંસ્થા ચક્ષુદાન, અંગદાન અને દેહદાન સહિતની કામગીરી કરી રહી છે. તાજેતરમાં સંસ્થાના સંચાલકોએ નડાબેટ બોર્ડરની મુલાકાત લેતા તેના જવાનોને શીતળ જળ મળે તે માટે વોટર કુલર આપવાનો વિચાર કરતાં ઊંઝા સેવાભાવી લોકો અને અન્ય સંસ્થાના સહયોગથી ઊંઝા APMC હોલ ખાતે વોટર કુલર કાર્યક્રમનું આયોજન કરી 12 જેટલા વોટર કુલર દેશની રક્ષા માટે તૈનાત જવાનોની સેવામાં અર્પણ કર્યા છે.
આ પણ વાંચો: કચ્છના સાંસદે BSFના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી
બટાલિયનના વડા દ્વારા સેવાકાર્યને બિરદાવ્યું
નડાબેટ બોર્ડર પર ફરજ બજાવતા જવાનો તેમની 12 જેટલી ચોકી પર તૈનાત હોય છે, ત્યારે આ સંસ્થા દ્વારા તે તમામ ચોકી માટે કુલ 12 એર કુલર આપવાની પણ તૈયારી બતાવવામાં આવી છે. આમ, આજે દેશના નાગરિકો અને સમાજની- દેશની રક્ષા કરતાં જવાનો અને રાષ્ટ્ર માટેનો પ્રેમ જોતાં બટાલિયનના વડા દ્વારા આ સેવાકાર્યને બિરદાવવામાં આવ્યું છે.