લુણાવાડા : મહીસાગર જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીએ પોતાના બે પાલતુ ડોગને આ રસીકરણ કેમ્પમાં વેક્સિન મુકાવી સરકારના આ જીવનરક્ષક અભિગમનો લાભ લેવા પાલતુ ડોગના માલીકોને અપીલ કરી હતી.પાલતુ ડોગના માલિકોને આ અભિયાન દ્વારા હડકવાના વિના મુલ્યે રસીકરણ અને જનજાગૃતિ કાર્યક્રમ દ્વારા “વેક્સીનેટ ટુ એલીમીનેટ પ્રોગ્રામ” ના માધ્યમથી પાલતુ ડોગને હડકવા મુક્ત કરવાનો સરકારનો અભિગમ છે.
હડકવાની આ બીમારી પશુઓ ખાસ કરીને ડોગ દ્વારા મનુષ્યમાં ફેલાવાની સંભાવના છે ઉપરાંત આ રોગ પશુઓ ઉપરાંત મનુષ્યમાં પણ જીવલેણ નીવડી શકે છે. જેને અટકાવવાના પ્રયાસ રૂપે સરકારનો આ અભિયાન જીવનરક્ષક અભિગમ છે.
![વર્લ્ડ રેબીસ દિન](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-msr-03-world-rabis-din-vekcin-to-element-programme-script-photo-2-gj10008_28092020200616_2809f_1601303776_1044.jpeg)
આ અભિયાન અંતર્ગત મહીસાગર જિલ્લાના પ્રાણી પ્રેમીઓએ મોટી સંખ્યામાં લાભ લીધો જેમાં પાલતુ ડોગને હડકવા વિરોધી રસીકરણ કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં જિલ્લાપશુપાલન અધિકારી ડો.એમ.જી.ચાવડા, મદદનીશ પશુપાલન અધિકારી ડો.કે.એમ.પંડિત,પશુચિકિત્સા અધિકારી ડો. જીગર કંસારા, તથા પશુપાલન વિભાગના કર્મચારીઓ, પશુપ્રેમીઓ પોતાના પાલતું ડોગ સાથે ઉપસ્થિત રહી સફળ બનાવ્યો હતો.