- રાષ્ટ્રીય પશુરોગ નિયંત્રણ કાર્યક્રમ હેઠળ પશુઓનું ઈયર ટેગ કરી પશુપાલકોને પશુઓના ઓળખકાર્ડ આપવાની કામગીરી હાથ ધરાઇ
- વર્ષ 2025 સુધીમાં ખરવા મોવાસા રોગ પશુઓમાંથી નાબૂદ માટેના કાર્યક્રમ
- પશુ પેદાશોને આંતરરાષ્ટ્રીય સ્તરે માર્કેટ મળે તેમજ પશુ માલિકોની આવક બમણી થાય
- જિલ્લાઓમાં 50 ટકા કરતા ઓછું કુત્રિમ બીજદાન થતું હોય તેવા ગુજરાતના 33 જિલ્લાઓનો સમાવેશ કરાયો
મહીસાગરઃ ભારત સરકારે પશુઓમાંથી વર્ષ 2025 સુધીમાં ખરવા મોવાસા રોગ પશુઓમાંથી નાબૂદ થાય અને પશુ પેદાશોને આંતરરાષ્ટ્રીય સ્તરે માર્કેટ મળે તેમજ પશુ માલિકોની આવક બમણી થાય તે માટે બે કાર્યક્રમો અમલમાં મૂક્યા છે. જે અંતર્ગત હાલમાં સમગ્ર દેશમાં રાષ્ટ્રીય ગોકુલ મિશન હેઠળ જ જિલ્લાઓમાં 50 ટકા કરતા ઓછું કુત્રિમ બીજદાન થતું હોય તેવા જિલ્લાઓને આવરી લેવામાં આવ્યા છે. જે પૈકી ગુજરાતના 33 જિલ્લાઓનો સમાવેશ કરાયો છે. આ કાર્યક્રમ થકી સારી જાતિના પશુઓ મેળવવા માટે બે કાર્યક્રમ ચાલી રહ્યા છે. જેમાં ગાય અને ભેંસ વર્ગના પશુઓને હેઠળ આવરી લેવામાં આવ્યા છે. પ્રથમ ફેઝમાં તમામ પશુઓ રોગમુક્ત થાય તે હેતુથી આગામી ફેબ્રુઆરી 2021માં ખરવા મોવાસા રોગ નિયંત્રણ તેમજ ફેઝ-2 પહેલા ગાય અનેમિંસ વર્ગના તમામ પશુઓને ઈયર ટેગિંગ હેઠળ આવરી લેવાશે.
મહીસાગર જિલ્લાના 7 લાખ પશુઓને ઈયર ટેગ લગાવી ઓળખ કાર્ડ આપવામાં આવશે
મહીસાગર જિલ્લાના 7 લાખ પશુઓને ઈયર ટેગ લગાવી ઓળખ કાર્ડ આપવામાં આવશે, જેથી મહીસાગર જિલ્લાના તમામ પશુપાલકોને પશુપાલન વિભાગ દ્વારા અપીલ કરાઇ છે કે, પશુપાલન સ્ટાફ આપને ત્યાં પશુઓને ટેગ માટે આવે ત્યારે પૂરતો સહકાર આપવામાં આવે આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર આર.બી.બારડ, જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારી, જિલ્લાના નાયબ પશુપાલન અધિકારી, તેમજ પશુપાલન વિભાગના ડોક્ટર અને કર્મચારીઓની ઉપસ્થિતમાં યોજવામાં આવ્યો હતો.