મહીસાગરઃ જિલ્લા સહીત ગુજરાત રાજ્યના સાત જિલ્લાને સિંચાઈનું પાણી પૂરું પાડતી સુજલામ સુફલામની મુખ્ય કેનાલમાં કડાણા ડેમમાંથી 1100 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
બનાસકાંઠા, ખેડા, ગાંધીનગર, મહેસાણા, તેમજ આંણદ જિલ્લાના ખેડૂતોને શિયાળામાં ઘઉં, ચણા અને પશુ માટે ઘાસચારોનું વાવેતર કરી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા કડાણા ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે.
આ પાણી છોડાતા સુજલામ સુફલામ કેનાલના પાણીથી લાભ થતો હોય તેવા ખેડૂતોને રવિ પાકને પૂરતું પાણી મળી રહશે. પશુ માટે ઘાસચારો ઉગાડી શકશે. આ ઉપરાંત કડાણા ડેમમાંથી ડાબા કાંઠાની મુખ્ય કેનાલમાં 150 કયુસેક પાણી તેમજ જમણા કાંઠાની મુખ્ય કેનાલમાં 50 કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
આ પાણી છોડવાના કારણે બંને નહેરના કમાન્ડ વિસ્તારમાં ખડૂતોને રવિ પાક માટે તેમજ ઘાસચારા માટે પૂરતું પાણી મળી રહશે. કેનાલમાં પાણી છોડતા ખેડૂતમાં ખુશી છવાઈ હતી.