મહીસાગરના વડામથક એવા લુણાવાડાની કોંગ્રેસ શાસિત નગરપાલિકાની સુસુપ્ત કામગીરીને કારણે ઉનાળાના આખરી સમયમાં પાણી હોવા છતાં પણ પાણી મેળવવવા માટે લુણાવાડા નગરપાલિકા વોર્ડ નં-1ના પોલનસ્કૂલ વિસ્તારના રહીશો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. લુણાવાડાની ભૌગોલિક પરિસ્થિતિ એટલી સરસ છે કે, લુણાવાડા શહેરમાં ક્યારેય કોઈ પણ પ્રકારની પાણીની અછત વર્તાય નહીં અને પાણી માટે શહેરીજનોને કોઈ મુશ્કેલીની સમસ્યા ઉભી થતી નથી.
કોંગ્રેસ શાસિત લુણાવાડા નગરપાલિકાની સુસુપ્ત કામગીરીને કારણે લુણાવાડા નગરપાલિકા વિસ્તારના વોર્ડ નં-1ના પોલનસ્કૂલ વિસ્તારના રહીશોને છેલ્લા ચાર દિવસથી નગરપાલિકાનું પાણી મળતું નથી. આ વિસ્તારના લોકોને હાથ લારી લઈને બાજુમાં આવેલા વિસ્તારમાં પાણી ભરવા માટે નીકળવું પડે છે. આ અંગે મહિલાઓનું કહેવું છે કે, અમારા ઘર પાસે જ નગરપાલિકાનું નળ કનેક્શન છે અને જેમાં છેલ્લા ચાર દિવસથી પાણી આવતું નથી. આ બાબતની રજુઆત પણ પોતાના વોર્ડના સભ્ય અને નગરપાલિકામાં પણ કરી છે.
લુણાવાડા નગરપાલિકાની સુસુપ્ત કામગીરીને કારણે ઉનાળાના આખરી સમયમાં પાણીની મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને સવારથી જ હાથ લારીમાં પાણી લાવવું પડે છે. સાથે જ રિપેરીંગ કામમાં પંદર દિવસ જેટલો સમય લાગશે તેમ નગરપાલિકાના કર્મચારીનું કહેવું છે. આ બાબતે લુણાવાડા નગરપાલિકા ચીફ ઓફિસરને પૂછતાં તેમણે જણાવ્યું કે પાઈપ લાઈનમાં ચોકઅપ થવાને કારણે પાણી નહીં પહોંચતું હોય અને જો સમય લાગે તેવો હશે તો ટેન્કર વડે આ વિસ્તારના રહીશોને પાણી પૂરું પાડવામાં આવશે.