સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલને કારણે અલગ-અલગ ડેમની સપાટીઓમાં વધારો જોવા મળ્યો હતો. તેમાં મહિસાગર જિલ્લામાં આવેલ કડાણા ડેમમાં પણ વધારો જોવા મળ્યો હતો. ઉપરવાસમાં થયેલા વધારાને કારણે કડાણા ડેમની સપાટીમાં વધી છે. પાણીની આવક 90 હજાર ક્યુસેક જેટલો પાણીનો જથ્થો છે. એક દિવસમાં પાણીની સપાટી 4 ફુટ વધીને 396.6 ફુટે પહોંચી ગઇ હતી.
ઉલ્લેખનીય છે કે, ઉપરવાસમાં વરસાદ બંધ થયો છે. હાલ પાણીની આવક 18055 ક્યુસેક છે. ડેમમાં અડધો ખાલી છે. મળતાં આંકડા પ્રમાણે અત્યારે 51.65 % જ પાણી ભરાયેલું છે. ડેમની જળ સપાટી હજુ ભયજનક સપાટીથી 16.4 ફૂટ દુર છે. જે એક ચિંતાનો વિષય છે.
કડાણા ડેમનું પાણી મહિસાગર ઉપરાંત ખેડા, મહેસાણા, પાટણ, ગાંધીનગર, આણંદ જેવા 8 જિલ્લાઓને સિંચાઈ અને પીવાનું પાણી પૂરું પાડે છે. જેથી જો ડેમની જળ સપાટી વધવાની યથાવત્ રહેશે તો તમામ જિલ્લા વાસીઓ માટે સારા સમાચાર કહી શકાય. પરંતુ ઉપરવાસમાં જો વરસાદ ખેંચાય તો ચિંતાનો વિષય બની શકે છે.