- ચૂંટણીમાં કુલ 6,76,769 મતદારો
- જિલ્લામાં 873 મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા
- મતદારોમાં સામાજિક અંતરનું પાલન જળવાઈ તેવી વ્યવસ્થા કરવામાં આવી
મહીસાગરઃ જિલ્લામાં 873 મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. દરેક મતદાન મથકના મુખ્ય પ્રવેશ દ્વાર પર આરોગ્ય કર્મચારી, પેરામેડિકલ સ્ટાફ અને આશા બહેનો દ્વારા મતદારનું થર્મલ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. પોલીસ કર્મચારી હોમગાર્ડ સીવીલ ડીફેન્સના અધિકારીઓ દ્વારા સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. મતદારોમાં સામાજિક અંતરનું પાલન જળવાઈ તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
કોવિડ 19 ગાઈડ લાઈન મુજબ મતદાન પ્રક્રીયા હાથ ધરાઈ
શક્ય હોય ત્યાં સુધી પુરુષ, સ્ત્રી અને વરિષ્ઠ નાગરિકોની અલગ અલગ ત્રણ લાઈનો કરાઈ છે. દિવ્યાંગ મતદાતાને રજીસ્ટરમાં સહી કરવા માટે અને મતદાન બેલેટનું બટન દબાવવા માટે એક હેન્ડ ગ્લવ્ઝ અપાય છે. મતદાર મતદાન મથકમાં પ્રવેશ કરી શકે અને 6 ફુટનું અંતર જાળવે તે રીતે ગોળાકાર આકૃતિ દોરવામાં આવી છે. આમ સરકારની કોવિડ 19 ગાઈડ લાઈન મુજબ મતદાન પ્રક્રીયા હાથ ધરવામાં આવી છે.