ETV Bharat / state

આરોગ્‍ય તંત્ર દ્વારા રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય માટે એન્‍ટી લારવલ અને પોરાનાશકની કામગીરી

author img

By

Published : Jun 4, 2020, 8:07 PM IST

કોરોનાની મહામારીમાં જિલ્લાના નાગરિકોને કોરોના વાઇરસના સંક્રમણથી સુરક્ષિત રાખવા ડોર ટુ ડોર સર્વેની સાથે આગામી ચોમાસાની ઋતુને ધ્‍યાનમાં રાખીને હવે એન્‍ટી લારવલ અને પોરાનાશકની કામગીરી પણ કરી રહ્યા છે.

આરોગ્‍ય તંત્ર દ્વારા લોકોની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય માટે એન્‍ટી લારવલ અને પોરાનાશકની કામગીરી

મહીસાગરઃ કોરોનાની મહામારીમાં જિલ્લાના નાગરિકોને કોરોના વાઇરસના સંક્રમણથી સુરક્ષિત રાખવા તેમની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય અને તેમનું સ્વાસ્થ્ય જળવાઇ રહે તે માટે આયુષ મંત્રાલયના દિશાનિર્દેશો પ્રમાણે જિલ્લા તાલુકાનાઆરોગ્યના કર્મયોગીઓ તેમજ ફિમેલ હેલ્થ વર્કર, આશાવર્કર બહેનોની સાથે સરપંચો પ્રાથમિક શિક્ષકો અને સ્વયં સેવકો સતત કાર્યરત છે.

જિલ્લા કલેક્ટર દ્વારા જાહેર કરવામાં આવેલા કન્ટેઇનમેન્ટ ઝોન હોય કે, કન્ટેઇન્મેન્ટ ઝોનની બહારનો વિસ્તાર હોય કે, તે સિવાયના જિલ્લાના ગામે-ગામ નાગરિકોની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય તે માટે જ સતત ચિંતા કરીને ડોર ટુ ડોર સર્વેની સાથે આગામી ચોમાસાની ઋતુને ધ્‍યાનમાં રાખીને હવે એન્‍ટી લારવલ અને પોરાનાશકની કામગીરી પણ કરી રહ્યા છે.

આ કામગીરીના ભાગરૂપે પ્રાથમિક આરોગ્ય કેન્‍દ્ર, સરસણના સબ સેન્‍ટર, નાની સરસણ ખાતે એન્‍ટી લારવલની કામગીરી, આયુર્વેદિક ઓફિસર ચાંપેલીના માર્ગદર્શન હેઠળ લુણાવાડા તાલુકાના સબલપુર ગામે, સંતરામપુર તાલુકાના મોટીકયાર હેલ્‍થ એન્‍ડ વેલનેસ સેન્‍ગટર દ્વારા એન્‍ટી લારવલ અને હેલ્‍થ ચેક-અપની કામગીરી, વિરપુર દ્વારા મેડીકલ ઓફિસર વૈદ્ય સંજયભાઇ ભોઇના માર્ગદર્શન હેઠળ બાલાસિનોર કોવિડ હોસ્‍પિટલ તેમજ વિરપુર નગરના કન્‍ટેઇનમેન્‍ટ એરિયામાં આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

આ સાથે આર્સેનીક આલ્બ અને વિટામિનની ગોળીઓનું વિતરણ કરવાની સાથે થર્મલ સ્ક્રિનિંગ, આઉટરીચ ઓપીડી અને ડોર ટુ ડોર સર્વેની કામગીરી હાથ ધરવા સહિત આરોગ્ય સેતુ એપ અંગેની સમજ આપી આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરાવવાની પણ કામગીરી કરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.