આ કાર્યક્રમમાં આરટીઓ એસ.પી.પટેલ, જિલ્લા ટ્રાફિક અધિકારી, ડેપો મેનેજર બી.આર.ડિંડોર એસટી વિભાગ, 108ના તબીબ સહીત મોટી સંખ્યામાં નાગરિકો હાજર રહ્યા હતા. અકસ્માત અંગે સંવેદનશીલ થઈને સલામત રહેવા માટે તેમજ જાગૃત બનવા અને માર્ગ અકસ્માતમાં ભોગ બનેલાને શ્રદ્ધાંજલિ આપવા માટે મહીસાગર જિલ્લા મથક લુણાવાડા એસ.ટી.સ્ટેશન ખાતે આર ટી ઓ, ટ્રાફિક પોલીસ, વાહન વ્યવહાર નિગમ, વહીવટી તંત્ર દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં માર્ગ અકસ્માતમાં ભોગ બનેલાઓને બે મિનિટ મૌન પાળી તેમજ કેન્ડલ પ્રગટાવી શ્રધાંજલિ આપવામાં આવી અને માર્ગ સલામતી અંગે પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.