લુણાવાડાઃ મહિસાગર જિલ્લા અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ આયુષ મંત્રાલયના દિશા નિર્દેશો પ્રમાણે જિલ્લાના વિવિધ ગામોમાં શ્રમિકોની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય તે માટે ફરતા દવાખાના દ્વારા ઉકાળા વિતરણની કામગીરી હાથ ધરવામાં આવી છે.
સંતરામપુર નગરપાલિકા વિસ્તારના કન્ટેઇનમેન્ટ વિસ્તારના વોર્ડ નંબર-૨મા તથા આસપાસના વિસ્તારમાં સંતરામપુર નગરપાલિકાના ચીફ ઓફિસરના માર્ગદર્શન હેઠળ 1400 તેમજ મલેકપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આશરે 1000 લાભાર્થીઓને અંદાજે 70 લીટર જેટલા ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.
આ સમગ્ર કામગીરીને સફળ બનાવવામાં સંતરામપુર નગરપાલિકાના ચીફ ઓફિસર દીપસિંહભાઇ હઠીલા, સંતરામપુર સરકારી આયુર્વેદિક દવાખાનાના મેડિકલ ઓફિસર ડૉ એસ.એ.ડામોર, ફરતા સરકારી આયુર્વેદિક દવાખાનાના કંપાઉન્ડર જે.બી. બારીયા, શિક્ષક તેમજ સમાજસેવક દિપકભાઇ ચાવડા અને પેરા લીગલ વોલ્યુન્ટરના શિક્ષક તેમજ સમાજસેવી ભરતભાઇ ચૌહાણનું યોગદાન રહ્યું હતું.