ETV Bharat / state

સંતરામપુરમાંથી બિનઅધિકૃત 1 કરોડ રૂપિયાની રોકડ રકમ સાથે પોલીસે કરી બે ની ધરપકડ

author img

By

Published : Dec 5, 2020, 10:18 AM IST

મહીસાગર જિલ્લા સંતરામપુર પોલીસ તંત્રએ ગત રાત્રે નાકાબંધી કરી હાથ ધરેલ પેટ્રોલિંગ દરમિયાન એક ઇનોવા કારમાંથી અનઅધિકૃત રીતે લઈ જવાતા 1 કરોડ રૂપિયાની માતબર રકમ સાથે બે વ્યક્તિઓને પકડી પાડ્યા છે.

mahisagar
mahisagar
  • લુણાવાડા તાલુકાના બે ઇસમો પાસેથી શંકાસ્પદ હાલતમાં એક કરોડ મળી આવ્યા
  • ઇનોવા ક્રિસ્ટો ગાડીમાંથી પાંચસોના દરની ચલણી નોટોના કુલ રૂ 1 એક કરોડ મળી આવ્યા
  • પોલીસે વાકાપુલ ચોકડી પાસે નાકાબંધી કરી વાહન ચેકીંગ હાથ ધર્યું હતું

    સંતરામપુરઃ મહીસાગર પોલીસ અધિક્ષક આર.પી.બારોટ દ્રારા સરહદી જિલ્લામાં નાઇટ પેટ્રોલિંગ સધન બનાવવાની સુચના પ્રમાણે સંતરામપુર પોલીસ સ્ટેશનના PI તથા સ્ટાફ કર્મચારીઓ દ્રારા વાકાપુલ ચોકડી પાસે નાકાબંધી કરી વાહન ચેકીંગ હાથ ધર્યું હતું.
    સંતરામપુરમાંથી બિનઅધિકૃત રીતે લઈ જવાતી 1 કરોડ રૂપિયાની રકમ સાથે બે વ્યક્તિઓ ઝડપાયા

કારમાંથી મળી 1 કરોડની રોકડ રકમ

આ સમયે ઝાલોદ રોડ તરફથી પુરઝડપે આવી રહેલી ઇનોવા કારને અટકાવીને એમાં બે ઇસમો લુણાવાડા તાલુકાના રાધવના મુવાડાના ભાઈલાલ અંબાલાલ પટેલ અને હરદાસપુરના પ્રકાશ લલ્લુભાઈ રાવળની પુછપરછ કરવામાં આવી હતી. પોલીસ પુછપરછથી આ બંને ગભરાઈ ગયા હોવાની શંકાસ્પદ વર્તણૂકો વચ્ચે PIએ ઇનોવા ગાડીની અંદર હાથ ધરેલ તપાસમાં ગાડીમાંથી મળી આવેલી શંકાસ્પદ હાલતમા ભરેલ બે થેલા મળી આવ્યાં હતાં. જે બંને થેલાઓમાં 500ના દરની ચલણી નોટોના રૂપિયાના બન્ડલ નંગ 40 જેમાં એક બન્ડલમાં રૂ પાંચસોના દરની પાંચસો નોટો મળી એક બન્ડલમાં રૂપિયા અઢી લાખ લેખે રૂ પાંચસોના દરની ચલણી નોટોના કુલ 40 બંડલના કુલ રૂપિયા 1 એક કરોડ મળી આવ્યાં હતાં.

પોલીસે ઘટના અંગે ઈન્કમટેક્ષ અધિકારીને કરી જાણ

પોલીસે બંને ઈસમોની આ અંગે પુછપરછ કરી હતી. પરંતુ તેમને સંતષકારક જવાબ મળ્યા ન હતાં. હાલ પોલીસે તમામ રમક જપ્ત કરી વડોદરા ઇન્કમટેક્ષ વિભાગના અધિકારીઓને જાણ કરી છે. વડોદરા ઇન્કમટેક્ષ વિભાગના અધિકારીઓએ આ રોકડ જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.