ETV Bharat / state

સંતરામપુરમાં વરસાદી વિનાશને કારણે થઈ આ દુખદ ઘટના - રાજયકક્ષાના પ્રધાન અને સંતરામપુર ધારાસભ્ય

મહીસાગરના સંતરામપુર તાલુકાના ખેડાપા ગામના કાંકરા ડુંગરા ફળીયામાં અતિ ભારે વરસાદ પડતા ગત રાત્રીએ વરસાદને કારણે એક દુઃખદ ઘટના(Tragic Incident in Santrampur) બની હતી. અતિ ભારે વરસાદથી(Due to Heavy Rain) કાચું ઝૂંપડું ધરાશયી થતા બે વ્યક્તિઓનું મૃત્યુ નીપજ્યું હતું.

સંતરામપુરમાં વરસાદી વિનાશને કારણે થઈ આ દુખદ ઘટના

author img

By

Published : Jul 8, 2022, 4:22 PM IST

મહીસાગર: જિલ્લાના સંતરામપુર તાલુકાના(Santrampur taluka of Mahisagar) ખેડાપા ગામના કાંકરા ડુંગરા ફળીયામાં ગત મોડી રાત્રે વરસાદના કારણે કાચું ઝૂંપડું ધરાશયી(Raw hut collapsed) થતા એક વૃધ્ધા અને એક બાળકીનું મૃત્યુ થયું છે. જ્યારે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થતા વધુ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

ભારે પવન અને વરસાદના કારણે કાચું ઝૂંપડું ધરાશયી થતા બેના મૃત્યું

આ પણ વાંચો: Rainfall in Narmada : ગુજરાતના આ ગામમાં સિઝનનો પહેલો વરસાદ બન્યો કાળ

73 મિમી વરસાદ એક દિવસમાં - મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં ગત મોડી રાત્રે પવન સાથે 73 મિમી વરસાદ થયો હતો. ભારે પવન અને વરસાદના કારણે સંતરામપુર તાલુકા ખેડાપા ગામના કાંકરા ડુંગરા ફળીયામાં રહેતા કોદર ભાઈ પારધીનું કાચું ઝૂંપડું ધરાશયી થતા 56 વર્ષીય વૃધ્ધા સવિતાબેન અને બે વર્ષની બાળકી સૃષ્ટિનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું.

આ પણ વાંચો: Heavy Rain: છોટાઉદેપુરમાં ભારે વરસાદ અને પવનના કારણે ખેડૂતોના પાક નમી ગયાં

રાજયકક્ષાના પ્રધાન અને સંતરામપુર ધારાસભ્યે દુખની લાગણી વ્યક્ત કરી - જ્યારે કોદર પારધી ઇજાગ્રસ્ત થતા વધુ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સમગ્ર દુઃખદ ઘટના અંગે રાજયકક્ષાના પ્રધાન અને સંતરામપુર ધારાસભ્ય(Minister of State and Santrampur MLA) ડો. કુબેર ડીંડોરે દુઃખની લાગણી વ્યક્ત કરી પરિવારને સાંત્વના પાઠવી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.