ETV Bharat / state

મહીસાગર ન્યૂઝ: મહીસાગર કોંગ્રેસમાં ગાબડું, કોંગ્રેસના નેતાઓ અને 100 જેટલા કાર્યકરો ભાજપમાં ભળ્યાં - મહિસાગરના સમાચાર

આગામી લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ-કોંગ્રેસ અને આપ સહિતની પાર્ટીએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેની સાથે જ પક્ષ પલટાની મોસમ પણ શરૂ થઈ છે. ત્યારે મહીસાગર કોંગ્રેસના ગઢમાં ગાબડુ પડ્યું છે.ગુરૂવારે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ ભાજપમાં જોડાઈને કેસરિયો ધારણ કર્યો હતો.

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 24, 2023, 6:51 AM IST

કોંગ્રેસના નેતાઓ અને 100 જેટલા કાર્યકરો ભાજપમાં જોડાયા

મહીસાગર: ગઈકાલે ગુરૂવારે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ ભાજપમાં જોડાઈને કેસરિયો ધારણ કર્યો હતો. સાંસદ રતનસિંહ રાઠોડના ગામે ગુરૂવારે સ્નેહ મિલન સંમેલન યોજાવામાં આવ્યું હતું. આ સ્નેહ મિલન કાર્યક્રમમાં કોંગ્રેસના 100 થી વધુ કાર્યકરોએ ભાજપનો ખેસ તેમજ ટોપી પહેરીને ભાજપનો ભગવો ધારણ કર્યો હતો. ભાજપમાં સામેલ થયેલા કાર્યકરોમાં ખાનપુર APMCના વાઈસ ચેરમેન રાજુ જોષી સહિત જિલ્લા કોંગ્રેસ હોદ્દેદાર રમેશ ડામોર અને 12 જેટલા સરપંચ ભાજપમાં જોડાયા છે. જેમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે ભાજપનો ખેસ તેમજ ટોપી પહેરી ભાજપનો ભગવો ધારણ કર્યો હતો.

કોંગ્રેસના નેતાઓ અને 100 જેટલા કાર્યકરો ભાજપમાં ભળ્યાં

કોંગ્રેસના ગઢમાં ગાબડુ: મહીસાગર જિલ્લામાં ગુરૂવારે પંચમહાલ જિલ્લા સાંસદ રતનસિંહના નિવાસ્થાને ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના અધ્યક્ષ સ્થાને સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. આ સ્નેહ મિલન કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ જ સારો રહ્યો હતો કારણ કે, નેતાઓ અને કાર્યકરોના સ્નેહ મિલનની સાથે સાથે મહીસાગર જીલ્લાના કોંગ્રેસના આગેવાનો નેતાઓ તેમજ કાર્યકરો આ સ્નેહ મિલન કાર્યક્ર્મમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલના હસ્તે ભાજપનો ખેસ તેમજ ટોપી પહેરી ભાજપનો ભગવો ધારણ કર્યો હતો. કોંગ્રેસને છોડીને ભાજપમાં સામેલ થયેલા કોંગ્રેસના નેતાઓમાં ખાનપુર તાલુકાના કોંગ્રેસના પીઢ નેતા અને ખાનપુર APMCના ઉપપ્રમુખ રાજૂ જોશી તેમના સમર્થકો સાથે ભાજપમાં જોડાતા ભાજપ ખાનપુર તાલુકામાં હવે વધુ ભાજપ મજબૂત બનશે.

સી.આર.પાટીલના હસ્તે ધારણ કર્યો કેસરિયો
સી.આર.પાટીલના હસ્તે ધારણ કર્યો કેસરિયો

ભાજપના ટોચના નેતાઓએ આવકાર્યા: કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો ભાજપમાં જોડાતા કોંગ્રેસ પાર્ટી દ્વારા આ નેતાઓને મનાવવાના પ્રયત્નો શરૂ કર્યા છે. ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના અધ્યક્ષ સ્થાને યોજયેલા આ સ્નેહ મિલન કાર્યક્રમમાં પંચમહાલના સાંસદ રતનસિંહ રાઠોડ, શિક્ષણ પ્રધાન ડો કુબેર ડિંડોર, જિલ્લા ભાજપ પ્રમુખ દશરથ બારીયા તેમજ ભાજપના ધારાસભ્યો પૂર્વ ધારાસભ્યો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

મહિસાગર કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા

સી.આર.પાટીલનું સંબોધન: આ કાર્યક્રમમાં કાર્યકરોને સંબોધન કરતા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, યુવાનો માટેની અનેક યોજનાઓના કારણે યુવાનો, ખેડૂતો દરેક સેકટરના લોકોને ખૂબ પ્રધાનમંત્રી મોદી માટે પ્રેમ છે, આદર છે, ઉત્સાહ છે, તેનું પણ પ્રદર્શન થાય છે. અને હવે આવનારી લોકસભા 2024ની ચૂંટણીમાં 26 માંથી 26 ગુજરાતની લોકસભા બેઠક ભાજપ પાંચ લાખથી વધુ મત સાથે જીતવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. પાટીલે વધુમાં જણાવ્યું હતું કે. જો ભારતીય જનતા પાર્ટીમાં જે કાર્યકર્તાઓ લોકો માટે કામ કરે છે એવાજ કેટલાક લોકો અન્ય પાર્ટી માટે કામ કરતાં હોય છે, એના કામ નથી થતાં એના કારણે જે ગૂંગળામણ અનુભવે છે, રુંધાય છે, એના કારણે એમની જે ઈરછા શક્તિ છે, લોકો માટે કામ કરવાની, એ માટે ભારતીય જનતા પાર્ટીનું માધ્યમ પસંદ કરે છે. અને અમારી સાથે બિન શરતી જોડાય છે. અમે એને સ્વીકારીએ છીએ,આવકારીએ છીએ.

  1. Navsari Vijalpore Municipality : નવસારી વિજલપોર નગરપાલિકાની 17 સમિતિના નવનિયુક્ત ચેરમેન, જુઓ વિગતવાર માહિતી
  2. Mahisagar District Panchayat Election : મહીસાગર જિલ્લામાં ભગવો લહેરાયો, જુઓ 6 તાલુકા પંચાયતની ચૂંટણીના પરિણામ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.