ETV Bharat / state

મહીસાગરના ખેડૂતે બાગાયતી ખેતી પદ્ધતિથી થાઈલેન્ડ જામફળ, લીંબુ અને ડ્રેગન ફ્રૂટની સફળ ખેતી કરી - Special story

ખેડૂતો માટે સુક્ષ્મ સિંચાઈ પદ્ધતિ અને આધુનિક ખેતીના સથવારે મબલખ ફળપાકોનું ઉત્પાદન બાગાયતી ખેતીમાં સફળ રહ્યું છે. બાલાસિનોર તાલુકાના રાજપુર ગામના ખેડૂતે જામફળ, ઓઈલ પામ, લીંબુ, સીતાફળ અને ડ્રેગન ફ્રૂટની સફળ ખેતી કરી છે. ચાલો જાણીએ આધુનિક ખેતી કરનાર ખેડૂત વિશે...

mahisagar
mahuisagar
author img

By

Published : Sep 22, 2020, 5:47 PM IST

બાલાસિનોરઃ મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના રાજપુર ગામના સુરેશભાઈ પુજાભાઈ પટેલે થાઈલેન્ડ વેરાઈટી સ્પેશિયલ મોટા વજનદાર અને સ્વાદિસ્ટ જામફળ માટે ધોળકાના પ્રખ્યાત જામફળની ખેતી કરી સમગ્ર પંથકમાં જાણીતા બન્યા છે. આ ખેતીની સાથે સાથે જળ સિંચાઇનું મહત્વ સમજી સિંચાઇ પદ્ધતિનો ઉપયોગ કરી પોતાની તમામ જમીનમાં ડ્રિપ એરીગેશન કરી સામાન્ય ખેતી છોડી આધુનિક ખેતીનો નવો ચીલો ચીતર્યો છે.

મહીસાગરના ખેડૂતે બાગાયતી ખેત પદ્ધતિથી થાઈલેન્ડ જામફળ, લીંબુ અને ડ્રેગન ફ્રૂટની સફળ ખેતી કરી
પ્રારંભમાં પોતાની જમીનમાં કયા ફળ અનુકૂળ આવે તે ચકાસી સુરેશભાઈએ પોતાની જમીનમાં થાઈલેન્ડ અને ભારતની પ્રજાતિના જામફળની નવી વેરાઈટીના ચાર હજાર રોપાનું વાવેતર કર્યું હતું. આ ઉપરાંત તેમણે લલિત વેરાયટીના લાલ જામફળ, સિડલેસ લીંબુ અને આ વર્ષે નવીન ડ્રેગનફ્રૂટ, ઓઈલ પામ તેમજ સીતાફળ NMK-1 સુપર ગોલ્ડનના રોપાનું પણ વાવેતર કર્યું છે. વાવેતરમાં મહિસાગર જિલ્લાના બાગાયત વિભાગના અધિકારીની સલાહ સૂચન અને માર્ગદર્શન મેળવી સરકારની યોજનાઓ સાથે સબસિડીનો લાભ અને કૃષિ વૈજ્ઞાનિકોની ભલામણના આધારે આ નવતર ખેતી માટે સાહસ ખેડ્યું હતું. વૈજ્ઞાનિક ઢબે ખેતી કરતાં સફળ ખેડૂત સુરેશ ભાઈનું કહેવું છે કે, આગામી સમયમાં જ્યારે ખેતીલાયક જમીન ઓછી થતી જાય છે, તેથી ખેડૂતો હવે હાઈટેક પદ્ધતિથી ખેતી કરવાનું શરૂ થાય તો આવક મેળવી ગુજરાન ચલાવવા સાથે સારી એવી કમાણી પણ થઇ શકે છે. જ્યારે આપણા વડાપ્રધાન ખેડૂતોની આવક બમણી કરવાનું સ્વપ્નું સેવી રહ્યા છે અને કૃષિ વિભાગ વિવિધ યોજનાઓને માર્ગદર્શન સાથે સબસિડી આપી સહાયરૂપ બને છે ત્યારે પોતાની ખેતી જાળવી રાખવી આધુનિક પદ્ધતિ સારી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.