- મહારાષ્ટ્રુના ઔરાંગાબાદ ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રીય એવોર્ડ સમારંભ
- ડૉ.સંજયભાઇ ભોઇનું “આયુર્વેદ રત્ન” એવોર્ડથી સન્મામન કરાયું
- આયુર્વેદ ક્ષેત્રેના યુવા માટે આદર્શ બન્યા ડૉ.સંજયભાઇ
ન્યુઝ ડેસ્કઃ AIMA રત્ન એવોર્ડ્સ-2021 મહારાષ્ટ્રના ઔરાંગાબાદ ખાતે આયુષ ઇન્ટરનેશનલ મેડીકલ એસોસિએશન દ્વારા સન્માનિત કરવાના કાર્યક્રમનું આયોજન થયું હતું. જેમાં આયુર્વેદ દવાખાનામાં મેડીકલ ઓફિસર વૈદ્ય સંજયભાઈ “આયુર્વેદ રત્ન-2021” થી સન્માનિત કરવામાં આવ્યા છે.
ડૉ. સંજયભાઇ ભાઈ છેલ્લા ઘણા સમયથી આયુર્વેદ ક્ષેત્રે પોતાના કાર્યો અને સેવાઓ થકી ખ્યાતિ પ્રાપ્ત કરી છે. મહીસાગર જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ વૈશ્વિક કોરોનાની મહામારીના કપરા સમયમાં પ્રાચીનતમ ભારતીય સંસ્કૃતિની આયુર્વેદ ચિકિત્સા પધ્ધતિનો અસરકારક અમલ કરી ઉકાળા અને દવાઓ છેવાડાના ગામડાંઓમાં વસતા નાગરિકો સુધી પહોંચે તે માટેનો પ્રચાર-પ્રસાર કરીને નાગરિકોના સ્વાસ્થ્ય માટે નિદાન-સારવાર કરવાનો પ્રયાસ કર્યો હતો. કોરોનાના આ કપરા સમયગાળા દરમિયાન લોકોમાં આયુર્વેદ જાગૃતિ આવે તથા તે મુજબની ઉપચાર પધ્ધતિ નાગરિકો તેમની જીવનશૈલીમાં આયુર્વેદ અપનાવે તે માટે પણ પ્રયત્નતશીલ રહ્યા હતા.
વિદ્યાર્થીઓને નિ:શુલ્ક જ્ઞાન આપી, આદર્શ બન્યા
ડૉ. સંજયભાઈએ આયુર્વેદ ક્ષેત્રે જવલ્લે જ ઉપયોગમાં લેવામાં આવતી ચિકિત્સા પધ્ધતિઓ જેવી કે વિધ્ધકર્મ-અગ્નિ કર્મ-રકતમોક્ષણ તેમજ જાલંધરબંધ દ્વારા ઇન્જેકશન વગર દાંત કાઢી આપવામાં પણ તેઓ પોતાનું આગવું કૌશલ્ય ધરાવે છે.ડૉ. સંજયભાઈની આ આગવી કૌશલ્ય પધ્ધતિના કારણે સમગ્ર રાજયમાંથી દર્દીઓ તેઓની સારવાર લેવા માટે ખેરોલી આવે છે. જયારે તેઓની પાસે આયુર્વેદ ચિકિત્સા પધ્ધતિના શિક્ષણ માટે દેશભરમાંથી આયુર્વેદના વિદ્યાર્થીઓ મહીસાગર જિલ્લામાં આવી રહ્યા છે. આ પધ્ધતિના શિક્ષણ માટે આવતા વિદ્યાર્થીઓને તેઓ નિ:શુલ્ક જ્ઞાન આપી રહ્યા હોવાથી આ ઉમદા કાર્ય થકી તેઓ આયુર્વેદ ક્ષેત્રેના યુવા માટે આદર્શ બન્યા છે.
AIMA એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે
બીજી એક ખાસ વાત નોંધવા જેવી એ છે કે, ડૉ. સંજયભાઈની તાજેતરમાં એટલે કે મે-2021 માં જ આયુષ ઇન્ટરનેશનલ મેડીકલ એસોસિએશન (AIMA) દ્વારા રાષ્ટ્રીવય પ્રવકતા તરીકે નિયુકિત કરવામાં આવી હતી. AIMA એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે. જે ગ્લોબલ મેડીકલ એસોસિએશન તેમજ આયુષ ફાઉન્ડેશન કેન્દ્ર સરકાર એકટ-1860 અંતર્ગત કાર્યરત સંસ્થાની શાખા છે. જે વિશ્વભરમાં આયુર્વેદના પુનરૂત્થાન અને પ્રચાર-પ્રસારનું કાર્ય કરી રહી છે.
આમ, મહીસાગર જિલ્લાના વિરપુર તાલુકાના ખેરોલી ગામે મેડીકલ ઓફિસર તરીકે ફરજ બજાવતાં ડૉ. સંજયભાઇ ભોઇએ મહીસાગર જિલ્લા સહિત સમગ્ર રાજ્યનું ગૌરવ વધાર્યું છે.
આ પણ વાંચોઃ અનાદિકાળથી ચાલી આવતી આયુર્વેદ પદ્ધતિ આજે પણ એટલી જ કરાગર
આ પણ વાંચોઃ સુરતમાં મ્યુકોરમાઈકોસીસના દર્દીને આયુર્વેદ અને હોમિયોપેથીની દવાથી સ્વસ્થ કરાયા હોવાનો દાવો