- કડાણા ડેમના ઉપરવાસમાં સારો વરસાદ થતાં ડેમ 90 ટકા જેટલો ભરાયો
- 12,360 ક્યુસેક પાણીની આવક
- ડેમ ભયજનક સપાટીથી ફક્ત 4 ફૂટ જેટલો ખાલી
મહિસાગર, કડાણા: ઉપરવાસમાં સારો વરસાદ થતાં મહીસાગર જિલ્લામાં આવેલા કડાણા ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે અને જેના કારણે ડેમ 90 ટકા જેટલો ભરાઈ જતા તંત્ર દ્વારા હાઈ એલર્ટ સ્ટેજ જાહેર કરવામાં આવ્યું છે. કડાણા ડેમના ઉપરવાસમાંથી 12,360 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.
ડેમની જળ સપાટીમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે
સતત પાણીની આવકના કારણે ડેમની જળ સપાટીમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. ડેમની ભયજનક સપાટી 419 ફૂટ છે અને હાલ ડેમનું જળસ્તર 415.02 ફૂટ પર પહોચ્યું છે. એટલે કે ડેમ ભયજનક સપાટીથી ફક્ત 4 ફૂટ જેટલો ખાલી છે. જો કે, ડેમના ઉપરવાસમાંથી સતત થઈ રહેલી પાણીની આવકના કારણે ડેમ સંપૂર્ણ ભરાઈ જવાની શક્યતાઓ રહેલી છે. યોજનાના સ્ત્રાવ ક્ષેત્રમાં થતાં સારા વરસાદને લઈને જળાશયની સપાટી ક્રમશઃ વધવાની સંભાવના છે.
નીચાણવાળા વિસ્તારના ગામોને સાવચેત રહેવા જણાવાયું
આ યોજનાના અસરગ્રસ્ત ખાનપુર તાલુકાના 16, લુણાવાડા તાલુકાના 63, તથા કડાણા તાલુકાના 27 નીચાણવાળા વિસ્તારના ગામોના સંબંધિત સરપંચો, તલાટી સ્ત્રીઓને, નાગરિકોને આ અંગે સાવચેતીના તમામ પગલા લેવા નિવાસી અધિક કલેક્ટર, મહિસાગર, લુણાવાડા દ્વારા જણાવવામાં આવ્યું છે.
આ પણ વાંચો- મહીસાગર જિલ્લામાં ગત વર્ષની સરખામણીમાં 45 ટકા વરસાદની ઘટ
આ પણ વાંચો- મહીસાગરમાં મેઘરાજાનું તાંડવ, કડાણા ડેમની જળસપાટી 411 ફૂટ પર પહોંચી, ભયજનક સપાટીથી માત્ર 7 ફૂટ દૂર