ETV Bharat / state

મહીસાગરમાં ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 48.35 ટકા પરિણામ આવ્યું - ધોરણ 12 સાયન્સ પરિણામ

મહીસાગર જિલ્લામાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 48.35 ટકા પરિણામ આવ્યું છે. જે સંદર્ભે જિલ્લા કલેકટર આર.બી. બારડે પરીક્ષામાં ઉત્તિર્ણ થનારા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યાં હતા. વર્ષ 2019માં યોજાયેલી પરીક્ષાના પરિણામ કરતા આ વર્ષે મહીસાગર જિલ્લાનું પરિણામ 2.76 ટકા વધારે આવ્યું છે.

Etv Bharat
mahisagar
author img

By

Published : May 17, 2020, 7:56 PM IST

લુણાવાડાઃ મહીસાગર જિલ્લામાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 48.35 ટકા પરિણામ આવ્યું છે. જે સંદર્ભે જિલ્લા કલેકટર આર.બી. બારડે પરીક્ષામાં ઉત્તિર્ણ થનારા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યાં હતા. વર્ષ 2019માં યોજાયેલી પરીક્ષાના પરિણામ કરતા આ વર્ષે મહીસાગર જિલ્લાનું પરિણામ 2.76 ટકા વધારે આવ્યું છે.

Etv Bharat
મહિસાગરમાં ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ પરીક્ષાનું 48.35 ટકા પરિણામ આવ્યું

વિદ્યાર્થીના વર્ષભરના પરિશ્રમને જાહેર પરીક્ષાના માધ્યમથી મુલવવાનુ કારકિર્દી ઘડતર માટે મહત્ત્વનું છે. ત્યારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા માર્ચ 2020માં લેવાયેલી ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું પરિણામ જાહેર થયું હતું.

રવિવારે જાહેર થયેલા પરીણામોમાં જિલ્લામાં લુણાવાડા કિસાન વિદ્યાલયની દોશી શ્રદ્ધાએ 650માંથી 594 માર્ક્સ મેળવ્યા છે. આદર્શ વિદ્યાલયની પંડયા દિશાએ સાયન્સ મેરિટમાં 300માંથી 282 માર્ક્સ મેળવી ટોપર્સમાં સ્થાન મેળવ્યું છે. જ્યારે જિલ્લામાં A2 ગ્રેડમાં જિલ્લામાં 11 પરીક્ષાર્થી આવેલા છે. શાળા પરિવાર વાલીઓએ ઝળહળતી સફળતા મેળવનાર વિદ્યાર્થીઓને આશીર્વાદ આપ્યા છે.

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાના પરિણામની માહિતી આપતા જિલ્લા શિક્ષણાધિકારી શિલ્પાબેન પટેલે જણાવ્યું હતું કે, માર્ચ 2020માં લેવાયેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પરીક્ષામાં મહીસાગર જિલ્લામાંથી 1431 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તેમાંથી 690 જેટલા પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉત્તીર્ણ થયા છે. એટલે કે જિલ્લામાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 48.35 ટકા પરિણામ આવેલુ છે. જે સંદર્ભે જિલ્લા કલેકટર આર.બી. બારડે પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યાં હતા. વર્ષ 2019માં યોજાયેલ પરીક્ષાના પરિણામ કરતા આ વર્ષે મહિસાગર જિલ્લાનું પરિણામ 2.76 ટકા વધારે આવ્યું છે.

જિલ્લામાં લુણાવાડા પરીક્ષા કેન્દ્રનું પરિણામ 52.80 ટકા, સંતરામપુર કેન્દ્રનું પરિણામ 31.53 ટકા અને બાલાસિનોર પરીક્ષાનું પરિણામ 47.27 ટકા આવેલુ છે. જિલ્લામાં કોઈ પરીક્ષાર્થીએ A1 ગ્રેડમાં સ્થાન મેળવ્યું નથી. જ્યારે A2 ગ્રેડમાં જિલ્લાના 11 પરીક્ષાર્થી સામેલ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.