ETV Bharat / state

મહીસાગર ખાતે પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી થઇ કાર્યરત

લુણાવાડા : મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ 02 જાન્યુઆરી 2020ના રોજ મહીસાગર જિલ્લાના કોઠંબામાં ભારત રત્ન ડૉ.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. તેઓએ આ અવસર પર જિલ્લામાં અંદાજે રૂપિયા 90 કરોડના વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ-ભૂમિપૂજન પણ કર્યા હતાં. જેમાં 594 લાખના ખર્ચે નિર્માણ થયેલી સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરીનું પણ મુખ્યપ્રધાનના હસ્તે ઇ-ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

author img

By

Published : Jan 4, 2020, 2:31 AM IST

મહીસાગર ખાતે પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી થઇ કાર્યરત
મહીસાગર ખાતે પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી થઇ કાર્યરત

3 જાન્યુઆરી 2020થી નવિન સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી મહીસાગર ખાતે કાર્યરત થઇ છે. સંતરામપુર ધારાસભ્ય કુંબેરભાઇ ડીંડોર, અધિક નિવાસી કલેક્ટર આર.આર.ઠક્કરે નવિન કચેરીની વિવિધ શાખાઓની મુલાકત લીધી હતી.

કચેરી ખાતે વાતચીત
કચેરી ખાતે વાતચીત

RTO અધિકારી વીપુલ ગામીતે આ અંગે જણાવ્યું હતું કે, જુની કચેરીએથી દિવસના 100 લાઇસન્સ ઇશ્યુ કરવામાં આવતા હતા. નવી કચેરી આધુનિક ટેકનોલોજીથી સજ્જ હોય દિવસના 360 લાઇસન્સ ઇશ્યુ થઇ શકશે.

Intro:લુણાવાડા,
મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ 02 જી જાન્યુઆરી 2020 ના રોજ મહીસાગર જિલ્લાના કોઠંબામાં ભારત રત્ન ડૉ. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. તેમણે આ અવસરે જિલ્લામાં અંદાજે રૂ. 90 કરોડના વિવિધ જનવિકાસ કાર્યોના લોકાર્પણ-ભૂમિપૂજન પણ સંપન્ન કર્યા હતા. જેમાં 594.00 લાખના ખર્ચે નિર્માણ થયેલ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરીનું પણ મુખ્યપ્રધાનના હસ્તે ઇ-ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. 

Body:03 જી જાન્યુઆરી 2020 થી નવિન સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી પાલીવાલ ડેરીની પાસે, આંકલવા, લુણાવાડા-389230, જી.મહીસાગર ખાતે કાર્યરત થઇ ગઇ છે. સંતરામપુર ધારાસભ્ય કુંબેરભાઇ ડીંડોર, અધિક નિવાસી કલેક્ટર આર.આર.ઠક્કરે નવિન કચેરીની વિવિધ શાખાઓની મુલાકત લીધી હતી. 

એ.આર.ટી.ઓ અધિકારી વીપુલ ગામીતે જણાવ્યું હતું કે, જુની કચેરીએથી દિવસના 100 લાઇસન્સ ઇશ્યુ કરવામાં આવતા હતા. નવિન કચેરી આધુનિક ટેકનોલોજીથી સજ્જ હોય દિવસના 360 લાઇસન્સ ઇશ્યુ થઇ શકશે. Conclusion:કચેરીમાં ડ્રાઇવીંગ ટ્રેક દ્વારા ડ્રાઇવીંગ ટેસ્ટ લેવામાં આવશે.  વધુમાં ગામીતે જાહેર જનતાને આ કચેરી સંબધિત કામ અર્થે નવિન કચેરીની મુલાકાત લેવા જણાવ્યું છે.   
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.