ETV Bharat / state

અમદાવાદમાં મેઘરાજાનું તાંડવ: શહેરના અનેક વિસ્તારો થયા પાણીમાં ગરકાવ

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ગઇકાલ અને આજ એમ બે દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી હતી. જે અનુસાર શહેરમાં ગઇકાલે ભારે વરસાદ થયો હતો.

author img

By ETV Bharat Gujarati Team

Published : 5 hours ago

અમદાવાદ શહેરમાં ગઇકાલે ભારે વરસાદ થયો હતો
અમદાવાદ શહેરમાં ગઇકાલે ભારે વરસાદ થયો હતો (Etv Bharat Gujarat)

અમદાવાદ: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ગઇકાલ અને આજ એમ બે દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી હતી. આ આગાહી અનુસાર ગઇકાલે અમદાવાદ શહેરના વાતવરણમાં એકાએક પલટો જોવા મળ્યો હતો.

શહેરમાં વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો હતો. વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.

આ વિસ્તારોમાં નોંધાયો હતો વરસાદ: શહેરના અનેક વિસ્તારોમાં જેમ કે, નારણપુરા, નવરંગપુરા, ઉસ્માનપુરા, વાડજ, ઘાટલોડિયા, ચાંદલોડિયા સહિત પૂર્વ વિસ્તારના નારોલ, નિકોલ, સરસપુર, બાપુનગર, કાલુપુર સહિતના વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો હતો. જ્યારે થલતેજ અંડરપાસ, જલારામ અંડરપાસ, મીઠાખડી અંડરપાસમાં પાણી ભરાઈ જતાં વાહન વ્યવહાર ખોરવાયો હતો. હવે આજરોજ વાતાવરણ કેવું રહેશે તે જોવું રહ્યું.

આ પણ વાંચો:

  1. નવસારીમાં વરસાદ બાદ આકાશમાં ચમકી વિજળી: નયનરમ્ય આકાશી દ્રશ્યોનો વિડીયો થયો વાઇરલ
  2. હેલ્મેટ નહીં તો એન્ટ્રી નહીં! રાજ્યમાં સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ પહેરવું ફરજિયાત કરાયું, પાછળ બેસનારે પણ...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.