મહીસાગર: જિલ્લાના ચુથાના મુવાળા CSCના મેડિકલ ઓફિસર ડૉ.ક્રિષ્નપાલ સોલંકી ગત 45 દિવસથી જિલ્લાના બાલાસિનોરમાં આવેલી KSP કોવિડ હોસ્પિટલ તેમજ લુણાવાડા કોવિડ હોસ્પિટલમાં કોરોના દર્દીઓની સારવાર કરી રહ્યા હતા અને કોરોનાથી સંક્રમિત થયા હતા. 14 ઓગસ્ટના રોજ તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ તેમને લુણાવાડાની કોવિડ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. ગુરુવારે આ કોરોના વોરિયર્સે કોરોનાને માત આપી છે. જેથી તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
આ કોરોના વોરિયર્સે કોરોનાને માત આપીને વહીવટી તંત્ર તેમજ ડૉક્ટર્સનો આભાર વ્યક્ત કર્યો હતો. આ સાથે જ તેમણે જણાવ્યું કે, કોરોનાથી ડરવાની જરૂર નથી. કોરોનાથી બચવા માત્ર સાવચેતી તેમજ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કનો ઉપયોગ અવશ્ય કરવો જોઈએ.