ETV Bharat / state

જિલ્લા કલેક્ટરે સંતરામપુર નગરપાલિકા કોવિડ હેલ્થ સેન્ટરની મુલાકાત લીધી - Santrampur Kovid Health Center

કોરોના વાઇરસનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે કોરોના સંદર્ભની આરોગ્યલક્ષી કામગીરીના નિરીક્ષણ માટે મહીસાગર જિલ્લા કલેકટર આર.બી. બારડે સંતરામપુર નગરપાલિકા વિસ્તારમાં આવેલી કોવિડ હેલ્થ સેન્ટરની મુલાકાત લીધી હતી.

સંતરામપુર નગરપાલિકા કોવિડ હેલ્થ સેન્ટરની કલેકટરે મુલાકાત લીધી

author img

By

Published : Aug 1, 2020, 6:30 PM IST

મહીસાગર: કોરોના વાઇરસને કારણે સમગ્ર ભારત દેશ સહિત ગુજરાત રાજ્ય પણ પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે, ત્યારે મહિસાગર જિલ્લામાં કોરોના વાઇરસને ફેલાતો અટકાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્ર દ્વારા અનેકવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે.

જિલ્લામાં કોરોના સંદર્ભની આરોગ્યલક્ષી કામગીરીના નિરીક્ષણ માટે જિલ્લા કલેકટર આર. બી.બારડે શનિવારના રોજ સંતરામપુર નગરપાલિકા વિસ્તારમાં આવેલી કોવિડ હેલ્થ સેન્ટરની મુલાકાત લીધી હતી. જિલ્લા કલેક્ટરે આ મુલાકાત દરમિયાન સંબંધિતો સાથે કોરોના સંદર્ભે સાવચેતી રાખવા વિશેની ચર્ચા વિચારણા કરી કોરોના સંક્રમણથી કઈ રીતે બચી શકાય તેની વિસ્તૃત સમજ આપી કોરોનાને અટકાવવાના પ્રયાસો કર્યા હતા.

તેમણે આરોગ્ય ટીમ દ્વારા થયેલી જમીન સ્તરની કામગીરીની ચર્ચા કરી સલાહ સૂચન સાથે માર્ગદર્શન પણ આપ્યું હતું.

જિલ્લા કલેકટરની આ મુલાકાત સમયે તેમની સાથે પ્રાંત અધિકારી, મામલતદાર અને સંતરામપુર નગરપાલિકાના ચીફ ઓફિસર સાથે રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.