ETV Bharat / state

મહિસાગરમાં આવેલો સાતકુંડા ધોધ જીવંત થતા પ્રાકૃતિક સૌદર્યથી ખીલી ઉઠ્યુ - કુદરતની ભેંટ સાતકુંડાનો

મહિસાગરઃ મહિસાગર જીલ્લો પણ પોતાની પ્રાકૃતિક સંપ્રદાથી ભરપુર છે. ચોમાસામાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે. જેને લઇને સાતકુંડા ગામે આવેલો ધોધ જીવંત થઈ ખીલી ઉઠ્યો છે. આ સ્થળ પર્યટકો માટે આકર્ષનું કેન્દ્ર બન્યું છે.

કુદરતની ભેંટ સાતકુંડાનો ધોધ પ્રાકૃતિક સૌંદર્ય માણવનો લ્હાવો
author img

By

Published : Aug 30, 2019, 12:04 PM IST

મહીસાગર જિલ્લાનું મુખ્ય મથકગણાતા લુણાવાડાથી લગભગ 20 કિમીના અંતરે આવેલું સંતરામપુર તાલુકાનું સાતકુંડા ત્રણ તાલુકાના ત્રિભેટે છે. પ્રકૃતિપ્રેમી માટે ઝરણાઓ અને જળધોધ કુદરત તરફથી અમૂલ્ય અને અદ્વિતિય ભેટ છે.

કુદરતની ભેંટ સાતકુંડાનો ધોધ પ્રાકૃતિક સૌંદર્ય માણવનો લ્હાવો

પ્રાકૃતિક સોંદર્યના ચાહકોને ધોધનું દ્રશ્ય મનમોહિત કરી દે છે. ખાસ કરીને વર્ષાઋતુના જોબન ઉપર હોય અને ધરતીમાતાએ લીલી ચુંદડી ઓઢી લીધી હોય, ત્યારે ઉંચાઈએથી પડતા સાતકુંડાના ધોધ જોઈને કુદરત ઉપર આફરિનપોકારી જવાનું મન થઇ જાય તેવા અદભૂત દ્રશ્યને માણવું એક લ્હાવો છે. જેને લઇને શનિવાર અને રવિવારની રજાઓમાં પર્યટકો ન્હાવાનો આનંદ માણવા અહીં મુલાકાત લે છે.

Intro:ડેસ્ક પર પૂછીને મોકલી છે.
મહિસાગર.
ચોમાસાની ૠતુચાલી રહી છે. મહિસાગર જીલ્લો પણ પોતાની પ્રાકૃતિક સંપ્રદાથી ભરપુર છે. સંતરામપુર તાલુકો
જંગલ વિસ્તારથી આચ્છાદિત છે. અહી ચોમાસામાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે અને જંગલ વિસ્તારમા સુકાઈ ગયેલા
ઝરણાઓ જીવંત થઈ ધોધ સ્વરૂપે મધુર સંગીત રેલાવે છે. સાતકુંડા ગામે આવેલો ધોધ જીવંત થઈ ખીલી ઉઠ્યો છે. અહીંનું
શાંત અને આહલાદક સુંદર વાતાવરણ જે પર્યટકો માટે આકર્ષણનું સ્થળ બન્યું છે.
Body: મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડાથી લગભગ 20 કિમીના અંતરે આવેલું સંતરામપુર તાલુકાનું સાતકુંડા
આમ તો ત્રણ તાલુકાના ત્રિભેટે છે. પ્રકૃતિપ્રેમી માટે ઝરણાઓ અને જળધોધ કુદરત તરફથી અમૂલ્ય અને અદ્વિતિય ભેંટ છે.
પ્રાકૃતિક સૌંદર્યના ચાહકોને ધોધનું દ્રશ્ય મનમોહિત કરી દે છે. ખાસ કરીને વર્ષાઋતુના જોબન ઉપર હોય અને ધરતીમાતાએ
લીલી ચુંદડી ઓઢી લીધી હોય ત્યારે ઉંચાઈએથી પડતા સંતરામપુર તાલુકાના સાતકુંડાના ધોધ જોઈને કુદરત ઉપર આફરિન
પોકારી જવાનું મન થઇ જાય આવા અદભૂત દ્રશ્યને માણવું એક લ્હાવો છે. શનિવાર અને રવિવારની રજાઓમાં અહી પર્યટકો
ઉમટી પડે છે અને નહાવાનો આનંદ પણ લે છે. કેટલાક પર્યટકો એવી ઈચ્છા જતાવી રહ્યા છે કે સરકાર દ્વારા આ સ્થળનો
વિકાસ કરવામાં આવે.
બાઇટ- શૈલેષ પટેલ- (ફરવા આવેલપર્યટક) Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.