લુણાવાડાઃ કલેક્ટર આર.બી.બારડ અને જિલ્લા વિકાસ અધિકારી નેહાકુમારીના માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય તંત્ર અને બાલાસિનોર નગરપાલિકા દ્વારા નગરપાલિકા વિસ્તારમાં આવેલા 70 કરતા વધારે શાકભાજી/ફળફળાદી ફેરીયાઓની આરોગ્ય તપાસણી કરવામાં આવી હતી.
ગુજરાતમાં કોરોનાનો પગપેસારો દિન પ્રતિદિન વધી રહ્યો છે. તેથી જિલ્લા તંત્ર દ્વારા તેને રોકવાના અનેક પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યાં છે. કલેક્ટર આર.બી.બારડ અને જિલ્લા વિકાસ અધિકારી નેહાકુમારીના માર્ગદર્શન હેઠળ 70 કરતા વધારે શાકભાજી/ફળફળાદી ફેરીયાઓની આરોગ્ય તપાસણી કરવામાં આવી હતી. તમામની રોગપ્રતિકારક શક્તિ વધે તે માટે આર્સેનિક આલ્બમનું વિતરણ કરવામાં આવ્યુ હતું. આ તકે આરોગ્ય સેતુનું માર્ગદર્શન અને ઉપયોગિતાની સમજ આપીને આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ પણ કરાવવામાં આવી હતી.