- બાલાસિનોરમાં નગરપાલિકા દ્વારા વેરા વસુલાતની કામગીરી હાથ ધરાઈ
- 5 હજારથી મોટી રકમના બાકીદારોના પાણી અને ગટરના કનેક્શન કાપવામાં આવ્યા
- નગરપાલિકાની આર્થિક સ્થિતિમાં સુધારો થાય તેવા નગરપાલિકા દ્વારા સધન પ્રયત્નો કરાયાબાલાસિનોર નગરપાલિકા દ્વારા વેરા વસુલાત ઝુંબેશ કામગીરી હાથ ધરવામાં આવી
બાલાસિનોર: શહેરમાં 5 હજાર ઉપરની મોટી રકમના બાકીદારોના પાણી અને ગટરના કનેક્શન કાપવામાં આવ્યા છે. નગરપાલિકાના ચીફ ઓફિસર ભદ્રેશ પટેલના જણાવ્યા મુજબ આ ઝુંબેશ આવનારા દિવાળીના તહેવારો સુધી ચાલુ રાખવામાં આવશે. તેમજ તમામ વોર્ડના દરેક વિસ્તારમાં આ ઝુંબેશ શરુ કરવામાં આવશે.
![બાલાસિનોર નગરપાલિકા દ્વારા વેરા વસુલાત ઝુંબેશની કામગીરી હાથ ધરવામાં આવી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-msr-03-nagar-palika-vera-vasulat-avb-gj10008_19102020222201_1910f_04070_662.jpg)
વધુમાં ચીફ ઓફિસર પટેલે વેરા વસુલાતના આ સઘન પ્રયાસથી બાલાસિનોર નગરપાલિકાની આર્થિક સ્થિતિમાં સુધારો થાય તેવા પ્રયત્નો નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યા છે તેમ જણાવ્યું છે.