ETV Bharat / state

કોરોનાની સારવાર બાદ 30 દિવસ સુધી શું-શું રાખશો કાળજી - કોરોનાા વાયરસને નાખવાના પગલાં

કોરોનાની સારવાર બાદ 30 દિવસ સુધી કાળજી રાખવી ખુબ જ જરૂરી છે. નબળાઇ, શ્વાસ લેવામાં તકલીફ, તાવ, કફ કે માનસિક તણાવ જેવી સમસ્યાઓથી ડર્યા વગર સાવધાનીપૂર્વક તેનો સામનો કરવો જરુરી છે. આવો જાણીએ કે કોરોનાની સારવાર બાદ 30 દિવસ સુધી તમારે કઈ બાબતની તકેદારી રાખવી જરુરી છે.

corona virus
corona virus
author img

By

Published : Oct 2, 2020, 4:00 PM IST

લુણાવાડા: કોરોનાની સારવાર બાદ 30 દિવસ સુધી કાળજી રાખવી ખુબ જ જરૂરી છે. નબળાઇ, શ્વાસ લેવામાં તકલીફ, તાવ, કફ કે માનસિક તણાવ જેવી સમસ્યાઓથી ડર્યા વગર સાવધાનીપૂર્વક તેનો સામનો કરવો જરુરી છે. આવો જાણીએ કે કોરોનાની સારવાર બાદ 30 દિવસ સુધી તમારે કઈ બાબતની તકેદારી રાખવી જરુરી છે.

● આહાર, વિહાર, વિરામ અને વિચારનું સંતુલન તેમજ ધ્યાન, યોગ અને પ્રાણાયામ માનસિક અને શારીરિક રીતે મજબૂત બનાવે છે.

● શ્વાસો શ્વાસની એકસરસાઈઝ કરીએ તેમજ લીંબુપાણી, ફ્રુટ્સ, કઠોળ, કાજુ, બદામ, અખરોટ, દૂધ સહીત પોષણ ક્ષમ આહાર લઈએ.

● ઘરે જ શરીરનું તાપમાન, ઓક્સિજન માપતા રહીએ.

● શ્વાસ લેવામાં વધારે તકલીફ થાય, આંખો લાલ થઈ જાય, હોઠ કાળા પડી જાય, હાથ પગ ધ્રૂજે, મોઢામાંથી લાળ પડવા માંડે તુરતજ ડોક્ટરનો સંપર્ક કરીએ.

કોરોનાની સારવાર બાદ 30 દિવસ સુધી કેટલીક શારીરિક તેમજ માનસિક નબળાઈ થતી હોવાની ઘટના સામાન્ય છે. જેને અનુલક્ષીને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા પોસ્ટ કોવિડ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. કોરોનાથી સાજા થયા બાદ પણ નબળાઇ, શ્વાસ લેવામાં તકલીફ, સામાન્ય તાવ, કફ શરદી અને માનસિક ભય જેવી પોસ્ટ સમસ્યાઓથી ડર્યા વગર તેનો સામનો સ્વસ્થતા પૂર્વક કરવો જોઈએ.

● શારીરિક નબળાઈ લાગે તો શું કરવું…...

સામાન્ય રીતે કોરોનાની સારવાર બાદ નબળાઈની ફરિયાદ દર્દીઓને થતી હોય છે. જેના માટે રોગપ્રતિકારક શક્તિ વધે તેવો ખોરાક લેવો જોઈએ. યોગ્ય આહારનું આયોજન કરવું, હળવી કસરત કરવી, કામ હળવે હળવે વધારવું, જરૂર મુજબ લીંબુ પાણી પીવું જોઈએ, કાર્બોહાઈડ્રેટ માટે ખોરાકમાં ફાઇબર યુક્ત રાગી, ઓટ્સ, ચોખા પ્રોટીન માટે કઠોળ, કાજુ, બદામ, અખરોટ જેવા ડ્રાયફ્રૂટ્સ અને દૂધ લેતા રહેવું જોઈએ. દિવસમાં પાંચ વાર જમવું, ખાસ કરીને મોસંબી, સફરજન, કેળા જેવા ફળો વધુ માત્રામાં ઉપયોગ કરવો, મૂડ સારો રહે તે માટે ડાર્ક ચોકલેટ ખાવી, ફેફસા અને હૃદયને લગતી હળવી કસરત નિયમિત કરવી, સીડી ચડ-ઉતર કરવી, દંડ, હિપ્સ અને પુસઅપ્સની કસરત કરવી, સવારે અથવા સાંજે ચાલવું જોઈએ.

● કફ અને શરદી થાય તો....

કફ અને ગળામાં ચિકાસ આવે તેવી પરિસ્થિતિમાં ખૂબ હૂંફાળું પાણી તુલસી, મધ અને લીંબુ નાખી પીવું, ગળ્યા પીણા, કોફી આલ્કોહોલનું સેવન ન કરવું, મોઢામાંથી આવતી લાળ ગળી જવી, દિવસમાં બે-ત્રણવાર નાસ લેવો, પડખાભેર સૂવાનું રાખવું, આદુ, તુલસી, મરી નાખી ઉકાળાનું સેવન કરવુ.

● ફેફસા અને શ્વાસની તકલીફ થાય તો.....

શ્વાસ લેવામાં તકલીફ થાય અથવા છાતીમાં ગભરામણ થાય ત્યારે શ્વાસોશ્વાસની એક્સરસાઇઝ કરવી, સાયકલ મુજબ ઊંડા શ્વાસ લેવા, ખુરશીમાં બેસી જવું, ખભા નીચે તરફ ખેંચી લાંબા શ્વાસ લેવા, એક હાથ પેટ પર રાખી નાક વાટે શ્વાસ લેતા પેટ ફૂલાવવું, ટૂંકમાં વિવિધ પ્રણાયમ કરવા.
આ ઉપરાંત જમણી બાજુ સુઈ જઈ 2 થી 3 ઓશિકા નીચે અને 2 થી 3 ઓશીકા માથા નીચે રાખી આરામ કરવો. જો વધુ પડતી તકલીફ હોય તો ડૉક્ટરનો સંપર્ક કરવો. જે લોકો બીડી-સિગારેટ પીતા હોય તેમણે વ્યસનથી દૂર રહેવું જોઈએ.

● બેચેની ભય કે માનસિક તણાવ થાય તો.....

માનસિક ભય અને તણાવ દૂર કરવા કોરોના સંબંધી ખોટી વાતો અને અફવાઓથી દૂર રહેવું, નિયમિત ધ્યાન અને યોગ કરવા, પરિવાર અને મિત્રો સાથે હળવી ક્ષણો માણવી, પઝલ અને અન્ય બ્રેઈન ગેઈમો રમવી, ખુશ રહેવા વિવિધ મનગમતી પ્રવૃત્તિ કરવી.

● અન્ય તકેદારી...

ઘરે જ શરીરનું તાપમાન, ઓક્સિજન, બ્લડ પ્રેશર વગેરે માપતા રહેવું, આમ છતાં શ્વાસ લેવામાં વધારે તકલીફ થાય, આંખો લાલ થઈ જાય, હોઠ કાળા પડી જાય, હાથ-પગ ધ્રુજે, મોઢામાંથી લાળ પડવા માંડે તો તુરત જ ડોક્ટરનો સંપર્ક કરી યોગ્ય સારવાર લેવી જોઈએ.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.