ETV Bharat / state

મહીસાગરના યુવા વૈદ્ય સંજયભાઈ બન્યા AIMAના રાષ્ટ્રિય પ્રવક્તા - mahisagar news

મહીસાગરના યુવા વૈદ્ય સંજયભાઈ વૈદ્ય છેલ્લા ઘણા સમયથી આયુર્વેદ ક્ષેત્રે પોતાના ઉમદા કાર્ય માટે વિખ્યાત છે. તેઓ હાલ સરકારી આયુર્વેદ દવાખાનું વિરપુર ખેરોલી ખાતે મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવે છે. જેનું સંચાલન નિયામકની કચેરી, ગાંધીનગર દ્વારા કરવામાં આવે છે. તાજેતરમાં મળેલી માહિતી મુજબ AIMAની એક બેઠકમાં સંજયભાઈ વૈદ્યને AIMAના રાષ્ટ્રીય પ્રવક્તા તરીકેનું સ્થાન આપવામાં આવ્યું છે.

મહીસાગરના યુવા વૈદ્ય સંજયભાઈ બન્યા AIMAના રાષ્ટ્રિય પ્રવક્તા

author img

By

Published : May 10, 2021, 10:31 PM IST

  • AIMAની એક બેઠકમાં સંજયભાઈ વૈદ્યને AIMAના રાષ્ટ્રીય પ્રવક્તા તરીકે સ્થાન મળ્યું
  • ગત વર્ષે વિદ્યકર્મ પર કરેલ રિસર્ચ માટે આંતરરાષ્ટ્રીય પદવી મેળવી હતી
  • જાલંધર બંધ દ્વારા ઇન્જેક્શન વગર દાંત કાઢવામાં તેમનું આગવું કૌશલ્ય
  • શ્વાસ, દમ, સારણ ગાંઠમાં કર્ણવેધન અને અગ્નિકર્મ થકી દર્દીઓને ઓપરેશનમાંથી બચાવ્યા

મહીસાગરઃ આયુષ ઇન્ટરનેશનલ મેડિકલ એસોસિએશન (AIMA) એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે. જે ગ્લોબલ મેડીકલ એસોસીએશન તેમજ આયુષ ફાઉન્ડેશન-કેન્દ્ર સરકાર એક્ટ 1860 અંતર્ગત કાર્યરત સંસ્થાની શાખા છે. તેઓ વિશ્વભરમાં આયુર્વેદના પુનરુત્થાન અને પ્રચાર-પ્રસારનું કાર્ય કરે છે. વૈદ્ય સંજયભાઇ આયુર્વેદ ક્ષેત્રના ઉભરતા સિતારા છે. તેમણે ગત વર્ષે પોતાના એક વિદ્યકર્મ પર કરેલા રિસર્ચ માટે આંતરરાષ્ટ્રીય પદવી મેળવી હતી.

AIMAની એક બેઠકમાં સંજયભાઈ વૈદ્યને AIMAના રાષ્ટ્રીય પ્રવક્તા તરીકે સ્થાન મળ્યું

આ પણ વાંચોઃ ડાંગ જિલ્લાના વૈદ્ય આયુર્વેદીક ઉપચારથી લોકોની કરી રહ્યા છે સેવા

ગુજરાત સરકાર દ્વારા સન્માનિત કરાયા

તેમના આ કાર્ય માટે તેમને ગુજરાત સરકાર દ્વારા પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. આયુર્વેદ ક્ષેત્રે જવલ્લે જ ઉપયોગમાં લેવાતી ચિકિત્સા પદ્ધતિઓ જેવી કે વિદ્યકર્મ, અગ્નિકર્મ, રક્તમોક્ષણ તેમજ જાલંધર બંધ દ્વારા ઇન્જેક્શન વગર દાંત કાઢવામાં પણ તેમનું આગવું કૌશલ્ય છે. જેના માટે સમગ્ર રાજ્યભરમાંથી દર્દીઓ તેમની પાસે સારવાર લેવા ખેરોલી આવતા હોય છે. શ્વાસ, દમ, સારણ ગાંઠમાં કર્ણવેધન અને અગ્નિકર્મ થકી તેમણે ઘણા દર્દીઓને ઓપરેશન કરાવવામાંથી બચાવ્યા છે.

સોશિયલ મીડિયના માધ્યમથી પોતાના 100થી વધુ લેક્ચર આપ્યા

આ ઉપરાંત કોવિડ-19ની મહામારીમાં તેઓ સતત લોક સેવા તેમજ આયુર્વેદ માટે કાર્યરત છે. તેઓ સોશિયલ મીડિયા દ્વારા પણ લોકોને આયુર્વેદ વિશે જાગૃતિ તેમજ લાઈવ લેક્ચર પણ આપે છે. ઇન્સ્ટાગ્રામ પર તેમને હજારો આયુર્વેદ વિદ્યાર્થીઓ સમગ્ર ભારત વર્ષમાંથી ફોલો કરે છે. તેમજ તેમની પાસે આયુર્વેદ શીખવા માટે દેશભરમાંથી મહિસાગર જિલ્લામાં આવે છે. વૈદ્ય સંજયભાઈ તેમને નિ:શુલ્ક આયુર્વેદનું જ્ઞાન આપે છે. હાલ થોડા સમય પહેલાં જ તેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાના 100થી વધુ લેક્ચર પૂર્ણ કર્યા હતા.

આ પણ વાંચોઃ કોરોનામાં આયુર્વેદિક ઉપચાર સાબિત થઈ રહ્યો છે અસરકારકઃ નિહાળો વૈદ્ય કિરીટ ઉપાધ્યાયની મુલાકાત

આયુર્વેદ યુવા આદર્શ બન્યા

તેમના કાર્ય થકી તેઓ આજે આયુર્વેદ યુવા આદર્શ બન્યા છે. તેમના કાર્યને ધ્યાને લઇ આયુર્વેદના પ્રચાર-પ્રસાર માટે તેમને AIMAએ રાષ્ટ્રીય પ્રવક્તાની જવાબદારી સોંપી છે. જે સમગ્ર મહિસાગર જિલ્લા અને ગુજરાત માટે ગૌરવની બાબત છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.