- લુણાવાડામાં સેનિટાઇઝેશન વર્કશોપ યોજાયો
- આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ તબક્કામાં તાલીમનું આયોજન
- આરોગ્ય સ્ટાફ ઉપરાંત ખાનગી હોસ્પિટલના નર્સિંગ સ્ટાફને તાલીમ અપાઈ
મહીસાગરઃ જિલ્લાના લુણાવાડામાં ખાનગી હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ માટે સેનિટાઇઝેશન વર્કશોપ યોજાયો હતો. કોવિડ-19 રસી ઉપલબ્ધ થવા સાથે વહેલી તકે અસરકારક રીતે રસીકરણની પ્રક્રિયા શરૂ કરવા માટે સરકાર દ્વારા પૂર્વ તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે મહીસાગરમાં પણ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા અનેકવિધ પગલાંઓ ભરવામાં આવી રહ્યા છે.
આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ તબક્કામાં તાલીમનું આયોજન
આ કામગીરીમાં વેક્સીનેટરની ભૂમિકા મહત્વપૂર્ણ છે અને કોવિડ-19 રસી આપવા માટે આરોગ્ય સ્ટાફ ઉપરાંત ખાનગી હોસ્પિટલના નર્સિંગ સ્ટાફને પણ જોડાવવા હાલમાં આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ તબક્કામાં તાલીમનું આયોજન કરાયું છે.
નર્સિંગ સ્ટાફને વિસ્તૃત માહિતી આપવામાં આવી
તે અંતર્ગત મહીસાગર જિલ્લામાં લુણાવાડા બ્લોક હેલ્થ કચેરી ખાતે રસીકરણની કામગીરી માટે માર્ગદર્શન માટે આયોજિત પ્રારંભિક સેનિટાઇઝેશન વર્કશોપ આર. સી. એચ ઓફિસર ડો. ધર્મેન્દ્ર ચૌહાણે ખાનગી હોસ્પિટલના નર્સિંગ સ્ટાફને વિસ્તૃત માહિતી આપી હતી.
નર્સિંગ સ્ટાફ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા
આ વર્કશોપમાં તાલુકા હેલ્થ ઓફિસર મંજુબેન મીણા, અર્બન હેલ્થ મેડિકલ ઓફિસર કલ્પેશ સુથાર અને ખાનગી હોસ્પિટલનો નર્સિંગ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.