મહીસાગર: આગામી 15 ઑગસ્ટે ભારતના 74મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'ગંદકીમુક્ત ભારત' અભિયાનનું આહ્વાન કરી લોકોને તેમાં જોડાવવા અપીલ કરી છે.
ત્યારે મહીસાગર જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીના માર્ગદર્શનમાં અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.કે. જાદવના સુચારૂ આયોજનમાં મોટા ધરોળા ગામમાં 'ગંદકીમુક્ત ભારત' અભિયાનની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
જે અંતર્ગત ગ્રામજનોએ ગામમાંથી પ્લાસ્ટિક કચરો એકત્ર કરી તેમાંથી એક વખત વાપરી શકાય તેવા પ્લાસ્ટિકને અલગ કરી ગ્રામજનોએ જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતાનો મંત્ર સાર્થક કર્યો હતો. આ કામગીરીની જિલ્લા વિકાસ અધિકારીએ નોંધ લઇને ગ્રામજનોને અભિનંદન પાઠવ્યા હતા.