- સંતરામપુર તાલુકામાં મનરેગા યોજના અંતર્ગત તળાવ ઉંડુ કરવાની કામગીરી
- મેડિકલ ટીમ દ્વારા શ્રમિકોનું તાપમાન માપી તેમજ શ્રમિકોના RTPCR ટેસ્ટ કરાશે
- તળાવમાં 51.83 લાખ લિટરથી વધુ પાણી સંગ્રહ કરવાની શક્તિમાં વધારો
મહીસાગર : સંતરામપુર તાલુકામાં મનરેગા યોજના અંતર્ગત રાણીજીની પાદેડી ગ્રામ પંચાયત હસ્તકનું તળાવ ઉંડુ કરવાની કામગીરી હાલમાં કાર્યરત છે. તેમાં જોડાયેલા ગ્રામ્ય શ્રમિકોની આરોગ્ય ચકાસણી આરોગ્ય વિભાગની મેડિકલ ટીમ દ્વારા 859 શ્રમિકોનું થર્મલ ઘનથી તેમના શરીરનું તાપમાન માપી તેમજ શ્રમિકોના RTPCR ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
સુજલામ સુફલામ જળસંચય યોજના હેઠળ તળાવ ઉંડુ કરવાની કામગીરી
સુજલામ સુફલામ જળસંચય યોજના હેઠળ મનરેગા થકી સંતરામપુર તાલુકામાં મનરેગા યોજના અંતર્ગત રાણીજીની પાદેડી ગ્રામ પંચાયત હસ્તકનું તળાવ ઉંડુ કરવાની કામગીરી હાલમાં કાર્યરત છે. આ તળાવમાંથી 5,183 ઘનમીટર માટી ખોદીને કાઢવામાં આવશે. જેનાથી આ તળાવમાં 51.83 લાખ લિટરથી વધુ પાણી સંગ્રહ કરવાની શક્તિમાં વધારો થશે.
આ પણ વાંચો : એન્ટીજન અને RT-PCR ટેસ્ટમાં પણ ન પકડાતો નવો કોરોના સ્ટ્રેન
જોબ કાર્ડ ધરાવતાં શ્રમિક પરિવારોને 7,434 જેટલી રોજગારી ઘેર બેઠા પૂરી પડાશે
આ કામગીરીમાં અંદાજિત ખર્ચ રૂપિયા 17.00 લાખ થશે. જેના થકી જોબ કાર્ડ ધરાવતાં 859 શ્રમિક પરિવારોને 7,434 જેટલા માનવદિનની રોજગારી ઘેર બેઠા પૂરી પાડી કોરોના કઠિન સમયમાં જરૂરિયાત મંદ શ્રમિક પરિવારોને જીવન નિર્વાહ ચલાવવા માટે રાહત સમાન પુરવાર થશે.
આ પણ વાંચો : જે લોકોને શરદી-ખાંસી નથી તેમને પણ કોરોના થઈ રહ્યો છે: ડૉ. સમીર ગામી
સરકારના નિર્ણય થકી રોજગારી મળતા તે ગ્રામ્ય જીવનને ધબકતું રાખશે
ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરતા શ્રમિક પરિવારોને ગામના આંગણે રોજગારી મળતા જીવન નિર્વાહ કરવામાં કોરોનાના સંકટ કાળમાં પણ સંવેદનશીલ સરકારના નિર્ણય થકી રોજગારી મળતા તે ગ્રામ્ય જીવનને ધબકતું રાખશે.
શ્રમિકોને સંક્રમણથી સુરક્ષિત રાખવા આરોગ્ય તપાસ કરવામાં આવે
આ યોજના હેઠળ તળાવો ઉંડા કરવાની કામગીરી દરમિયાન કોરોના સંદર્ભે શ્રમિકોને સામાજીક અંતર જાળવવા તેમજ ફરજિયાત માસ્કનો ઉપયોગ અને હેન્ડવોશ અંગે વિસ્તૃત માહિતી આરોગ્ય ટીમ દ્રારા આપવામાં આવી હતી. અવાર-નવાર શ્રમિકોની આરોગ્ય તપાસ કરવામાં આવે છે. જેથી શ્રમિકોને કોરોના સંક્રમણથી સુરક્ષિત રાખી શકાય.