લુણાવાડા–ગોધરા રેલમાર્ગ પર રેલવે સેવા શરૂ કરવા પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડે રેલપ્રધાન પિયુષ ગોયલને લેખિત રજૂઆત કરતો પત્ર રેલ રાજ્યમંત્રી સુરેશ અંગાડીને સુપ્રત કર્યો હતો. જેમાં તેમણે આ અંગે યોગ્ય કામગીરી કરવાની રજૂઆત કરી હતી.
સાંસદ રતનસિંહ રાઠોડે પત્રમાં જણાવ્યુ હતું કે, "અગાઉ 3 સપ્ટેમ્બરના રોજ આ અંગે અનુરોધ કર્યો હતો. જેમાં તેમણે લખ્યું હતું કે, લુણાવાડા-ગોધરા રેલ માર્ગ કાર્યરત હતો. જેની જમીન પણ રેલવે પાસે છે. નદી નાળા પુલ વગરે રેલવેલાઈન માટેની તમામ વ્યવસ્થા છે. એટલે સરળતાથી રેલવેના પાટા બિછાવી શકાય છે. તેમજ રેલમાર્ગની સંરચના પણ લગભગ તૈયાર હોવાથી ઓછા ખર્ચે રેલ માર્ગ કાર્યરત કરી શકાય છે.
ઉલ્લેખનીય છે કે, લુણાવાડા ગોધરા રેલમાર્ગ રાજાશાહી શાનસકાળથી કાર્યરત હતો. પરતું વર્ષો 1992માં આ માર્ગ લાભદાયી ન હોવાનું જણાવી તેને બંધ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 1997ના વર્ષમાં પાટા ઉખાડી લેવામાં આવ્યા હતા.
આમ, આ ઘટનાના 22 વર્ષ પછી અહીં ફરીથી રેલ વ્યવહાર શરૂ કરવાની રજૂઆત ભાજપના સાંસદ રતનસિંહ રાઠોડ દ્વારા કરાઈ છે. જેને લઈ જિલ્લાવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.