મહીસાગરઃ મહીસાગર એ રાજ્યમાં એજ્યુકેશનનું હબ છે. મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના કાકચીયા પ્રાથમિક શાળાના શિક્ષક રામજીભાઈ વણકરે રાષ્ટ્રહિત માટે તેમણે શાળાના નાના ભૂલકાઓને પોતાના પગારમાંથી સ્કૂલ ડ્રેસ, નોટબુક, પેન્સિલ, નાસ્તો, ફ્રુટ જેવી અનેક સેવાઓ બાળકો માટે આપી હતી.
શાળામાં તેમની સારી કામગીરી માટે રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2019-20માં રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી કરી રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો પારિતોષિક એનાયત કરવામાં આવેલો હતો.
![લુણાવાડાના રાજ્ય શ્રેષ્ઠ શિક્ષકે મુખ્યપ્રઘાન રાહત નિધિમાં રૂપિયા 11,111 નો ચેક કર્યો અર્પણ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-msr-02-teacher-donete-cm-rahat-fand-script-photo-gj10008_12042020173958_1204f_1586693398_542.jpg)
જ્યારે ભારત દેશ સહિત ગુજરાત રાજ્ય પર આવી પડેલા કોરોના વાઇરસની આપત્તિમાં સરકાર દ્વારા તેમની સારી કામગીરીની કદર કરી આપેલા પારિતોષિકમાંથી કોરોના સંકટ સામે લડત આપવા સરકારની સાથે ઉભા રહી, ગુજરાતને કોરોના મુક્ત કરવા આ શિક્ષકે યથાશક્તિ આર્થિક રીતે સહભાગી બની સમાજસેવાનું પુણ્યનું કામ કર્યુ હતું.
રામજીભાઇએ પોતાને મળેલા રાજ્ય શ્રેષ્ઠ શિક્ષકના પારિતોષિકમાંથી મુખ્ય પ્રધાન રાહત ફંડમાં આપવા માટે લુણાવાડા ખાતે આવેલા જિલ્લા સેવા સદનમાં કલેક્ટરની ચેમ્બરમાં જઈ મુખ્ય પ્રઘાન રાહત નિધિમાં રૂપિયા 11,111 નો ચેક જિલ્લા કલેક્ટર આર.બી.બારડને અર્પણ કર્યો હતો. તેમણે શિક્ષકો દ્વારા આપવામાં આવતા એક દિવસનુ વેતન ઉપરાંત આ ફાળો આપી શ્રેષ્ઠ શિક્ષક તરીકે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.