ત્યારે પાણીના મહત્તમ ઉપયોગ માટે જમીનમાંથી પાણી કાઢવામાં આવે છે. સાથે જમીનનું સ્તર પણ ખાલી થતું રહે છે, ત્યારે પાણીની સમસ્યાથી લઈને જમીન સ્તરની સમસ્યાને ધ્યાને રાખીને મહીસાગર પોલીસે પ્રેરણાદાયી પ્રોજેક્ટ હાથ ધર્યો છે. રેઇન વોટર હાર્વેસ્ટીંગ સિસ્ટમ પ્રોજેક્ટ હેઠળ લુણાવાડા, સંતરામપુર, કડાણા, બાકોર, વિરપુર, ડીટવાસ, કોઠંબા, બાલાસિનોર પોલીસ મથક અને પોલીસ લાઇન તથા પોલીસ હેડક્વાટરને આવરી લેવામાં આવ્યા છે. જેનાથી આગામી સમયમાં બોર અને કુવાઓ રીચાર્જ થતા લોકોને પાણીની સમસ્યા છે, તે થોડા અંશે હલ થશે.
રેઇન વોટર હાર્વેસ્ટીંગ એ વરસાદી પાણી સાચવવાની આધુનિક અને વૈશ્વિક પદ્ધતિ છે. જેને અનેક દેશોએ અપનાવી છે. બોરવેલમાં પાણીના ઉતરતા સ્તર સામે લડવા માટે વોટર હાર્વેસ્ટીંગ અક્સીર ઇલાજ સાબિત થયું છે. રેઇન હાર્વેસ્ટીંગ સિસ્ટમ પ્રોજેકટનો 2થી 3 હજાર જેટલો ખર્ચ થાય છે. આ પ્રોજેકટમાં એક પ્લાસ્ટિકનું પીપ હોય છે. જેમાં કાણા પાડીને તેને સાડા ચારથી પાંચ ફૂટ જેટલો ખાડો ખોદીને તેમાં દાટવામાં આવે છે. ત્યારબાદ ઘરની ટેરેસ પરની લાઇનનું જોડાણ આપવામાં આવે છે. જેનાથી ચોમાસામાં વરસાદનું પાણી આ પીપમાં થઇને જમીનમાં ઉતરે છે. જેનાથી જમીનમાં પાણીના સ્તર ઉંચા આવે છે.