બન્ને દિવ્યાંગોને લગ્ન સહાય યોજનાની જાણકારી આપી હતી. જેથી નવ દંપતિએ દિવ્યાંગ લગ્ન સહાય યોજના અંતર્ગત અરજી કરી અને આ દિવ્યાંગ જોડાને 50-50 હજાર મળી કુલ 1 લાખની સહાય મંજુર કરી બન્નેની પરિસ્થિતીને ધ્યાને રાખી અરજી કર્યાના ફક્ત 18 દિવસની અંદર સહાય ચુકવવામાં આવી હતી.
મળેલ રકમ દ્વારા બન્ને દિવ્યાંગોએ જીવન જરૂરીયાત ચીજ વસ્તુઓની ખરીદી કરી અને બાકી રહેલ સહાયની રકમ દ્વારા રાકેશભાઇએ ભેંસ ખરીદી દૂધ વેચાણનો નવો રોજગાર શરૂ કર્યો હતો. હાલમાં સ્વરોજગારીથી આશરે માસિક 9 હજારની આવક મેળવે છે. ડામોર પરીવારના બન્ને દિવ્યાંગ અને ગરીબ પરીવારના નવ દંપતિ જોડા માટે નવા જીવનની શરૂઆત માટે રાજ્ય સરકારના સામાજીક અને ન્યાય અને અધિકારીતા વિભાગનું સમાજ સુરક્ષા ખાતુ આર્શીવાદ નિવડ્યુ હતું.