- મહિસાગર જિલ્લામાં કોરોના રસીકરણ મહાઅભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે
- 10,88,342 નાગરિકોએ કોરોના રસીકરણ કરાવી સુરક્ષા કવચ મેળવ્યું છે
- સંતરામપુર તાલુકામાં સૌથી વધું નાગરિકોએ વેક્સિન લીધી
મહીસાગર : મહીસાગર જીલ્લામાં 27મી સપ્ટેમ્બર 2021 સુધીમાં લુણાવાડા તાલુકામાં 2,81,590 બાલાસિનોર તાલુકામાં 1,72,021 સંતરામપુર તાલુકામાં 2,93,249 ખાનપુર તાલુકામાં 96,217 કડાણા તાલુકામાં 1,41,398 અને વીરપુર તાલુકામાં 1,03,867 મળી જિલ્લાના કુલ 10,88,342 જેટલા 18 થી 44 વર્ષ વયના તેમજ 45 થી વર્ષથી વધુ ઉંમરના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોના નાગરિકો દ્વારા કોરોના વેક્સીનેશન કરાવ્યું છે. જેમાં 18 થી 44 વર્ષ વયના 4,35,499 નાગરિકોને કોરોના વિરોધી વેક્સિન આપી સુરક્ષિત કરાયા છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 45 થી થી વધુ ઉંમરના તેમજ 18 થી 44 વર્ષ વયના 8,10,325 સામે 7,19,476 નાગરિકોને કોરોનાના રસીનો પ્રથમ ડોઝ સાથે 88.79 ટકા તેમજ 3,68,866 નાગરિકોને રસીનો બીજો ડોઝ પ્રાપ્ત કરેલ છે. જેમાં જિલ્લામાં સૌથી વધુ સંતરામપુર તાલુકામાં 2,93,249 નાગરિકોએ વેક્સિન લીધી.
આ પણ વાંચો : Gujarat Corona Update: રાજ્યમાં 24 કલાકમાં 24 પોઝિટિવ કેસ નોંધાયા, 18 દર્દીઓએ આપી કોરોનાને માત
વેક્સીન લીધા પછી પણ કાળજી રાખવા જીલ્લા કલેક્ટરની અપીલ
જિલ્લા કલેકટર ડો.મનીષ કુમારે જણાવ્યું કે, સાથે સાથે વેક્સીન લીધા પછી પણ કાળજી એટલી જ રાખવાની છે જેમ કે, માસ્ક પહેરવું, સોસીયલ ડિસ્ટન્સ રાખવુ, અને જાહેર ભીડભાડ વાળી જગ્યા ઉપર જવું નહીં, સેનેટાઈઝર કરવું, જ્યાં ત્યાં થુંકવું નહીં અને ખૂબ જ કાળજી રાખી આ રોગની ગંભીરતાને સમજી આપણે બધા સાથે મળી રોગને નિયંત્રણમાં લાવવા તમામ સહયોગ કરશે તેવી આશા વ્યક્ત કરી હતી.
આ પણ વાંચો : સુપ્રીમ કોર્ટે કાઢી જાટકણી, કહ્યું - "રોજગારની આડમાં જીવનના અધિકારોનું ઉલ્લંઘન ન કરવું"