- કોરોનાનુ સંક્રમણ વધતાં કોરોના કેસની સંખ્યામાં વધારો
- સોમવારના રોજ કોરોનાના વધુ નવા 39 પોઝિટિવ કેસ નોંધાયા
- જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 2,449
મહીસાગર : જિલ્લામાં કોરોનાનુ સંક્રમણ વધતાં કોરોના કેસની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ગઇકાલે સોમવારના રોજ જિલ્લામાં કોરોનાના વધુ નવા 39 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં બાલાસિનોર 14, કડાણામાં 10, લુણાવાડા 5, અને સંતરામપુરમાં 5, નવા કેસ નોંધાયા છે. નવા નોંધાયેલ 39 પોઝિટિવ કેસ મળીને કુલ પોઝિટિવ કેસની સંખ્યા 2,449 થઈ છે.
છેલ્લા ચાર દિવસમાં કોરોનાના નવા નોંધાયેલા કેસ
તારીખ | કેસ |
1/4/21 | 38 |
3/4/21 | 38 |
4/4/21 | 24 |
5/4/21 | 39 |
કુલ કેસ | 139 |
આ પણ વાંચો : પાટણ જિલ્લામાં 65 કોરોના નવા પોઝિટિવ કેસ નોંધાયા
મહીસાગર કોરોના અપડેટ
કુલ પોઝિટિવ કેસ | 2,549 |
કુલ સક્રિય કેસ | 241 |
કુલ ડિસ્ચાર્જ | 2,260 |
કુલ મૃત્યુ | 48 |
કુલ હોમ ક્વોરન્ટાઇન | 485 |
કુલ નેગેટિવ રિપોર્ટ | 1,50,503 |
કોરોનાનો ગ્રાફ ધીમે-ધીમે ઉંચો જઈ રહ્યો
મહિસાગર જિલ્લામાં હવે કોરોનાનો ગ્રાફ ધીમે-ધીમે ઉંચો જઈ રહ્યો છે. જિલ્લામાં છેલ્લાં ચાર દિવસમાં કોરોના નવા 139 કેસ નોંધાયા છે. કેસની સંખ્યા વધતા આરોગ્ય વિભાગ દ્વારા અનેકવિધ પગલા લેવામાં આવી રહયા છે. તેમ છતાં પણ કોરોના કાબૂમાં ન આવતા જિલ્લા વાસીઓમાં ફફડાટ વ્યાપ્યો છે.
આ પણ વાંચો : ફાયર વિભાગમાં 6 ઓફિસર સહિત 11 કોરોના પોઝિટિવ
સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કનો ઉપયોગ કરવા તંત્રએ કરી અપીલી
લુણાવાડા નગરમાં બસસ્ટેશન વિસ્તારમાં કોરોના કેસમાં વધારો થતાં બે દિવસ પહેલાં તંત્ર દ્વારા પોલીસની મદદથી બજારો બંધ કરાવવામાં આવી હતા અને અવરજવર પર રોક લગાવી હતી. લોકોમાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કનો ઉપયોગ કરવા તંત્રએ અપીલ પણ કરી છે. ગઇકાલે સોમવારના રોજ જિલ્લામાં કોરોનાના નવા 39 પોઝિટિવ કેસ સાથે કુલ કેસની સંખ્યા 2,549 પર પહોંચી છે. સોમવારે વધુ 20 દર્દીઓ સ્વસ્થ થતાં અત્યાર સુધી જિલ્લામાં 2,260 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જેથી આ તમામ લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
જિલ્લામાં 21 દર્દીઓ ઓક્સિજન ઉપર
આ ઉપરાંત અત્યાર સુધી કુલ 48 લોકોના કોરોનાને કારણે મૃત્યુ થયા છે. કોરોનાને ધ્યાનમાં રાખી જિલ્લામાં 485 વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા હોવાનું મુખ્ય જિલ્લા અધિકારીએ જણાવ્યું હતું. અત્યારે કોરોના આવેલા દર્દીઓ પૈકી 215 દર્દીઓની હાલત સ્થિર છે. 21 દર્દીઓ ઓક્સિજન પર છે. હાલ જિલ્લામાં 241 દર્દીઓ સારવાર હેઠળ છે.