વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહની કુશાગ્ર દ્રષ્ટીથી કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મિરમાંથી 370ની કલમ રદ કરતાં ભારત સાચા અર્થમાં એક અને અખંડ રાષ્ટ્ર બન્યું છે. સરદાર સાહેબનું એક અને અખંડ રાષ્ટ્રનું સપનું સાકાર થયું છે.
આ ઉજવણી અંતર્ગત સવારે 8:00 કલાકે મહીસાગર જિલ્લા મથક લુણાવાડાના ઇન્દિરા મેદાન ખાતેથી ચેરમેન ડી.ડી.પટેલે ‘રન ફોર યુનિટી’ને પ્રસ્થાન કરાવ્યુ હતું. જેમાં જિલ્લા પોલીસવડા ઉષા રાડા, જિલ્લા વિકાસ અધિકારી નેહાકુમારી, પ્રાંત અધિકારી બ્રીજેશ મોડીયાએ રનફોર યુનિટીની આ દોડમાં અગ્રેસર દોડીને પ્રેરણા અને પ્રોત્સાહન પુરૂ પાડ્યું હતું. અગ્રણી મહાનુભાવો સહિત અધિકારીઓ પદાધિકારીઓએ, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં ઉપસ્થિત નાગરિકોએ ‘રાષ્ટ્રીય એકતાના શપથ લીધા હતાં અને એકતા દોડમાં જોડાયા હતાં. એક્તાની આ દોડ લુણેશ્વર ચોકી, દરકોલી દરવાજા થઈ ફૂવારા ચોક ખાતે પૂર્ણાહુતિ થઈ હતી, ત્યારબાદ ‘રાષ્ટ્રીય એકતા પરેડ’નું આયોજન કરવામાં આવ્યું હતું .