મહીસાગરઃ જિલ્લાના લુણાવાડા મામલતદાર કચેરી, પોલીસ વિભાગ અને નગરપાલીકા તંત્ર દ્વારા નગરપાલીકા વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારમાં ફરજીયાત માસ્કનો ઉપયોગ ન કરનારા તેમજ સોશિયલ ડિસ્ટન્સીંગના નિયમનું પાલન નહી કરનારા નાગરીકો પાસેથી વિજિલન્સ ટીમ દ્વારા દંડ વસુલ કરવામાં આવી રહ્યો છે.
જિલ્લામાં કોરોના વાઇરસના પોઝિટિવ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, જેને લઈ જિલ્લા વહીવટી તંત્ર સજાગ બન્યું છે. જિલ્લામાં કોરોના વાઇરસનું સંક્રમણ વધું ફેલાય નહીં તે માટે ઘરની બહાર નીકળીએ ત્યારે માસ્ક પહેરવું ફરજીયાત તેમજ સોશિયલ ડિસ્ટન્સીંગના નિયમનું પાલન કરવું ફરજિયાત કરાયું છે.
કોરાના વાઇરસનું સંક્રમણ ફેલાય નહીં તેમજ જનતા અવરનેશ રાખે અને જો જનતા સરકારની ગાઈડ લાઈન મુજબ જાહેરનામાનો ભંગ કરતી હોય તો તેવા વ્યક્તિઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિજિલન્સ ટીમની રચના કરવામાં આવી છે.
લુણાવાડા મામલતદાર કચેરી, પોલીસ વિભાગ અને નગરપાલીકા તંત્ર દ્વારા નગરપાલીકા વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારમાં ફરજીયાત માસ્કનો ઉપયોગ ન કરતા અને સોશિયલ ડિસ્ટન્સીંગનુ પાલન ન કરનારા નાગરીકો પાસેથી વિજિલન્સ ટીમ દ્વારા દંડ વસુલ કરવામાં આવી રહ્યો છે, તેમજ કોરોના વાઇરસના સંક્રમણને રોકવા માટે અવરનેશ રાખવા સુચનો આપવામાં આવી રહ્યાં છે. જેનાથી નાગરીકોમાં જાગૃત્તિ આવે અને ફરજીયાત માસ્કનો ઉપયોગ કરે તેમજ સામાજીક અંતરનું પાલન કરે.