ETV Bharat / state

મહિસાગરઃ લોકડાઉનમાં પરપ્રાંતિયો માટે 3 જેટલા શેલ્ટર હોમ કાર્યરત - કોરોના વાઇરસ ગુજરાતમાં

અત્યારે સમગ્ર વિશ્વ સહિત ભારત દેશ કોરોના વાઇરસના સંક્રમણ સામે લોકડાઉનમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, યુપી સહિત આંતર જિલ્લામાં જતા લોકો માટે મહિસાગર જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા શ્રમિકો સહિતના લોકો માટે અનેક સુવિધાઓ સભર શેલ્ટર હોમ કાર્યરત કરવામાં આવ્યા છે.

etv Bharat
મહિસાગર: લોકડાઉનમાં પરપ્રાંતિયો માટે , ત્રણ જેટલા શેલ્ટર હોમ કાર્યરત
author img

By

Published : Apr 7, 2020, 7:35 PM IST

લુણાવાડા: શહેરમાં પોલન હાઈસ્કૂલમાં શેલ્ટર હોમ બનાવવામાં આવ્યું છે. જે 34 શ્રમિકો માટે બનાવવામાં આવ્યું છે. તેમજ બાલાસિનોર ખાતે શેઠ ઓચ્છવલાલ હાઈસ્કૂલમાં 58 અને કલીયાની મુવાડી કડાણા ખાતે 42 મળી એમ જિલ્લામાં કુલ 134 જેટલા લોકો નિવાસ કરી રહ્યા છે.

તેમાં 20 જેટલા બાળકો પણ છે. એમના માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગાદલા, ઓશીકા, ચાદર, ટુવાલ, બ્રશ, ટુથ પેસ્ટ, સેનિટાઇઝર, માસ્ક, સાબુ સહિતની જીવન જરૂરિયાતની વસ્તુઓ આપવામાં આવી છે. સોશિયલ ડિસ્ટન્સ સાથે રહેવાની વ્યવસ્થા, ભોજન અને ચાની વ્યવસ્થા તેમજ અન્ન બ્રહ્મ યોજના હેઠળ અનાજ પણ આપવામાં આવ્યુ છે. અને આરોગ્ય તપાસણી પણ કરવામાં આવે છે સાથે તેમનું કાઉન્સલીંગ પણ કરવામાં આવ્યું છે. બાળકોને પૌષ્ટીક નાસ્તો તેમજ ઇતર પ્રવૃત્તિ માટે પુસ્તકો પણ આપવામાં આવ્યા છે.

etv Bharat
મહિસાગર: લોકડાઉનમાં પરપ્રાંતિયો માટે , ત્રણ જેટલા શેલ્ટર હોમ કાર્યરત

લુણાવાડા અને કડાણા ખાતે આવેલા શેલ્ટર હોમની મહિસાગર જિલ્લા કલેકટર આર.બી બારડ અને જિલ્લાવિકાસ અધિકારી નેહા કુમારીએ મુલાકાત લઇ ત્યાં રહેતા લોકોને મળી તંત્ર દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થા અંગેની જાત નિરીક્ષણ કરી કરવામાં આવેલી સુવિધાઓની સમીક્ષા કરી હતી.

ત્યાં રહેતા બાળકોને કલેક્ટર દ્વારા બાલ શક્તિ પેકેટ, બિસ્કિટ અને ફ્રુટનું વિતરણ કરવામાં આવ્યું હતું. કલેક્ટર શેલ્ટર હોમમાં રહેતા લોકોને મળ્યા હતા. લોકોએ જિલ્લા વહીવટી તંત્રની વ્યવસ્થાથી સંતોષ વ્યક્ત કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.