ETV Bharat / state

Mahisagar News : રેપીડ એક્શન ફોર્સ દ્વારા યોજાયેલી ફેલગ માર્ચમાં જવાનોએ જમાવ્યું આકર્ષણ - Footmark was held in Lunawada

મહીસાગરના લુણાવાડામાં રેપીડ એક્શન ફોર્સ દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી. RAFના જવાનોની શિસ્તબધ્ધ કવાયતે પ્રજાજનોમાં આકર્ષણ જમાવ્યું હતું. નગરમાં શાંતિ રહે, લોકોમાં ભય દૂર થાય તેવા અનેક હેતુઓને લઈને ફેલગ માર્ચ આયોજન કરવામાં આવ્યું હતું.

Mahisagar News : રેપીડ એક્શન ફોર્સ દ્વારા યોજાયેલી ફેલગ માર્ચમાં જવાનોએ જમાવ્યું આકર્ષણ

author img

By

Published : Apr 12, 2023, 2:42 PM IST

લુણાવાડામાં રેપીડ એક્શન ફોર્સ દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવી

મહીસાગર : જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે રેપીડ એક્શન ફોર્સ દ્વારા નગરના વિવિધ વિસ્તારોમાં ફૂટમાર્ક યોજઈ હતી. લુણાવાડાના સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટમાર્ક યોજી હતી. શહેરમાં ચાર રસ્તા મહિલા પોલીસ ચોકી ખાતેથી યોજાયેલા ફ્લેગ માર્ચ માંડવી બજાર, ગોળ બજાર, હુસેની ચોક અસ્તાના બજાર, સુપર માર્કેટ વિસ્તારમાં ફ્લેગ માર્ચમાં મહીસાગર જિલ્લા પોલીસ અધિકારીઓ જોડાયા. મહિસાગર જિલ્લામાં 16 એપ્રિલ સુધી રેપીડ એક્શન ફોર્સ દ્વારા અલગ અલગ તાલુકા સહિત ગ્રામ્ય લેવલમાં પણ ફૂટમાર્ક યોજવામાં આવશે. જેથી સ્થાનિક નગરનો પરિચય થઈ શકે. નગરમાં શાંતિ રહે, લોકોમાં ભય દૂર થાય, શાંતિ ડહોળવા માંગતા તત્વો પણ આ બાબતથી દૂર રહે, તેને લઈને નગરના વિવિધ વિસ્તારોમાં ફૂટમાર્ક યોજવામાં આવી હતી.

રેપિડ એક્શન ફોર્સની 100 બટાલિયન : મહીસાગર જિલ્લામાં રેપિડ એક્શન ફોર્સની 100 બટાલિયન અમદાવાદની એક પ્લાટુન સંવેદનશીલ વિસ્તારના પરિચય પ્રેક્ટિસ કવાયત અંતર્ગત કમાન્ડન્ટ ગોવિંદપ્રસાદ ઉનિયાલના આદેશાનુસાર ઉપ કમાન્ડન્ટ મોહનસિંગના નેતૃત્વમાં કલેક્ટર ભાવિન પંડ્યા, પોલીસ અધિક્ષક આર.પી. બારોટ સાથે સંકલન સાધી જિલ્લાની મુલાકાતે છે. ત્યારે રેપિડ એક્શન ફોર્સ અને પોલીસ ટીમ દ્વારા જિલ્લાના મુખ્ય મથક લુણાવાડામાં લુણેશ્વર ચોકડી, દારકોલી દરવાજા, ફુવારા ચોક, માંડવી બજાર, ગોળ બજાર, હુસેની ચોક, અસ્તાના બજાર વિસ્તારોમાં ફલેગ માર્ચ યોજી હતી.

જવાનોએ જમાવ્યું આકર્ષણ : RAFના જવાનોની શિસ્તબધ્ધ કવાયતે પ્રજાજનોમાં આકર્ષણની જમાવ્યું હતું.આ ફ્લેગ માર્ચમાં RAFના DYSP જે.જી.ચાવડા, PI ધેનુ ઠાકર સહિત પોલીસ જવાનો જોડાયા હતા. આ પ્લાટૂનની કવાયતનો મુખ્ય ઉદ્દેશ વિસ્તારના સંવેદનશીલ, અતિ સંવેદનશીલ વિશે માહિતી મેળવવાની સાથે સાથે જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિક્ષક સાથે સંકલન કરવાનો છે. તેમજ વરિષ્ઠ નાગરિકો, સામાજિક કાર્યકરો અને આગેવાનો સાથે મળી વાર્તાલાપ કરી જિલ્લા અને ભૂતકાળમાં થયેલા રમખાણો અને અન્ય પ્રવૃત્તિઓ વિશે માહિતી મેળવવા માટેનો છે.

આ પણ વાંચો : જામનગરમાં પોલીસ જવાનો માટે મોકડ્રિલ,RPFએ દેખાડ્યું ઓરિજિનલ એક્શન

લોકોમાં પોલીસ દળની છબી : ભારત સરકાર દ્વારા જારી કરાયેલી અનેક પ્રવૃતિઓમાં સહભાગી બની ફરજ બજાવવા માટે આ કવાયતમાં આવેલ પ્લાટુન દ્વારા વિસ્તારોમાં તંદુરસ્ત વાતાવરણ જાળવવા, રમતગમત અને સામાન્ય લોકોમાં વિશ્વાસ ઉભો કરવા સાથે એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત જિલ્લાઓમાં સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવે છે. પરિચય કવાયત હાથ ધરવાનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય લોકોમાં પોલીસ દળની છબીને મજબૂત કરવાનો છે. અસામાજિક તત્વોને સખત પડકાર આપીને કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સ્થાનિક પોલીસને મદદ કરવાનો છે.

આ પણ વાંચો : મક્કમ મનોબળથી ગુરુ વિના પોતાના ધ્યેયને પ્રાપ્ત કરતી નવસારીની એકલવ્ય

કાયદો વ્યવસ્થામાં વિશ્વાસ : આ અંગે DYSP જે.જી.ચાવડા જણાવ્યું કે, કોમ્યુનલ વિસ્તારોમાં ખાસ કરીને એરિયા ડોમિનેસન માટે ફ્લેગ માર્ચ અને વિઝિટ કરવાની હોય છે. એના અનુસંધાને મહીસાગર જિલ્લામાં RAF કંપની એરિયા નોમિનેસન માટે પધારેલા છે. આનો મુખ્ય હેતુ એ છે કે, લોકોમાં ભય દૂર થાય અસમાજિક તત્વોમાં ખોટા ગેરકાનૂની કૃત્યો અટકે અને પોલીસની છાપ પબ્લિકમાં સુધરે તેમજ કાયદો વ્યવસ્થામાં લોકોને વધુ વિશ્વાસ બેસે તે માટે ફ્લેગ માર્ચ અને વિઝીટ કરવામાં આવે છે. આ વિઝિટ દરમિયાન નાગરિકો અને આગેવાનો સાથે મુલાકાત કરવાની હોય છે. એમાં ભૂતકાળમાં બનેલા બનાવો અને કોઈ પણ એવો બનાવ હોય તો તેની સમીક્ષા કરવામાં આવે છે. ખાસ કરીને કોમ્યુનલ એરિયા ડૉમિનેશન માટે આવે છે. જેથી ભવિષ્યમાં કમનસીબે કોઈ બનાવ બને તો રેપિડ એક્શન ફોર્સના નામ મુજબ જ ઝડપથી પહોંચી શકાય વિધાઉટ ડીલે એ હેતુ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.