ETV Bharat / state

મહીસાગર LCBએ એક વર્ષથી ફરાર 2 આરોપીની ધરપકડ કરી

મહીસાગરમાં પંચમહાલ રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક તથા મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષકે નાસતા ફરતા આરોપીને પકડવા સૂચના કરી હતી. બાલાસિનોર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી તથા વિશ્વાસઘાત કરી ગત એક વર્ષથી નાસતા ફરતા 2 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. બન્ને આરોપીને હસ્તગત કરી આગળની કાયદેસરની કાર્યવાહી માટે બાલાસિનોર પોલીસ સ્ટેશનમાં સોપવામાં આવ્યા છે.

મહીસાગર LCBએ એક વર્ષથી ફરાર બે આરોપીને પકડી પાડ્યા

author img

By

Published : Dec 5, 2020, 9:33 PM IST

  • છેતરપિંડીના ગુનામાં એક વર્ષથી નાસતા ફરતા 2 આરોપી ઝડપાયા
  • બન્ને આરોપી ભાલેજની ધોળકા ચિત્રાવાસ સોસાયટીમાં રહેતા હતા
  • આગળની કાર્યવાહી માટે બાલાસિનોર પોલીસ સ્ટેશનને સોપાયા

મહીસાગરઃ પંચમહાલ રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક તથા મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષકે નાસતાફરતા આરોપીને ઝડપી પાડવાની સૂચના આપવામાં આવી હતી. તેમના માર્ગદર્શન હેઠળ મહીસાગર એલસીબીએ અલગ અલગ ટીમ બનાવી હતી. આ દરમિયાન બાતમીના આધારે બાલાસિનોર પોલીસ સ્ટેશનના ફરાર આરોપી મુરાદભાઈ મસ્તાનશા દિવાન તથા માહીલશા મસ્તાનશા દિવાન (રહેવાસી ભાલેજની ધોળકા ચિત્રાવાસ સોસાયટી)ને ઝડપી પાડવામાં આવ્યા હતા.

પોલીસે બાતમીના આધારે રેડ પાડી બંને આરોપીને ઝડપી પાડ્યા

પોલીસે બાતમીના આધારે તે જગ્યાએ તપાસ કરી હતી. તપાસ દરમિયાન બાતમીવાળી જગ્યાએથી બન્ને આરોપીઓ મળી આવ્યા હતા. આ બાબતે ધોળકા પોલીસ સ્ટેશન ખાતે નોંધ કરાવી આરોપીને હસ્તગત કરી લઈ આગળની કાર્યવાહી હાથ ધરવા માટે બન્ને આરોપીને બાલાસિનોર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.