ETV Bharat / state

મહીસાગર: LCBએ લુણાવાડા કોટેજ ચોકડી પાસે વિદેશી દારુ સાથે ત્રણની ધરપકડ કરી - Mahisagar LCB seized alcohol

મહીસાગરના લુણાવાડામાં કોટેજ ચોકડી પાસે LCBએ બનાવટી ઇંગ્લીશ દારૂ સાથે ત્રણ ઓરોપીઓની ધરપકડ કરી હતી. LCBએ આરોપીઓ પાસેથી રૂપિયા 5.31 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.

મહીસાગર
મહીસાગર
author img

By

Published : Aug 28, 2020, 10:24 PM IST

મહીસાગર: LCBનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમ્યાન બાતમી મળી હતી કે, એક સફેદ કલરની કારમાં વિદેશી દારૂ ભરી ઝાલોદથી નીકળી લુણાવાડા કોટેજ ચાર રસ્તા થઇ આણંદ તરફ જવાની છે. જેના આધારે કોટેજ ચોકડી પર નાકાબંધી કરી કારને રોકી તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. LCBએ ત્રણ આરોપી આકાશ કઠેરીયા, રેનીશ પરમાર, અને રૂતીક કટારાની ધરપકડ કરી હતી.

LCBએ આરોપીઓ પાસેથી ભારતીય બનાવના ઇંગ્લીશ દારૂની 312 બોટલો જેની કિંમત 2,15,760 સાથે ગાડી, 3 મોબાઇલ મળી કુલ 5,31,060નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આરોપીઓ વિરુધ્ધ લુણાવાડા પોલિસ સ્ટેશનમાં પ્રોહિબીશનનો ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.